ઈઝરાયલ તરફ કદમતાલ… રાજનીતિમાં મોદીજીનો વધુ એક માસ્ટર સ્ટ્રોક

ઈઝરાયલ તરફ કદમતાલ… રાજનીતિમાં મોદીજીનો વધુ એક માસ્ટર સ્ટ્રોક

- in Editor's Note
87
0

atul-shahપ્રિય વાચકો, આપના હાથમાં આ અંક આવવાની સાથે આપ પુરબહારમાં વર્ષાઋતુની મૌસમનો આનંદ લેતા હશો. વરસાદની મીઠી ઝાલરમાં ભીંજાઈને ભજીયા-ગોટાની જ્યાફત પણ ઉડાવતા હશો. આપ સહુ તરફથી દિન-પ્રતિદિન ફીલિંગ્સની પ્રગતિને નવી દિશામાં અગ્રેસર કરવા માટે મળી રહેલો સહકાર ‘ફીલિંગ્સ’ માટે ખરેખર પોતીકા ગૌરવની લાગણી સમાન છે. વર્ષાઋતુના આગમન સાથે વર્ષાની મજા માણવાનો અવસર તો ખરો જ પણ સાથે સાથે આરોગ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું જરૂરી રહે છે. આ અંકમાં પણ આપના આનંદ સાથે સ્વાસ્થ્યના જતન માટે જરૂરી ટીપ્સ આપતો સરસ લેખ આવરેલ છે.

રાજકીય ક્ષેત્રે હવે ભારતની વિશ્ર્વના મુત્સદ્દી રાષ્ટ્રોમાં ગણના થવા લાગી છે, જેનો શ્રેય આપણા વડાપ્રધાનશ્રીને જાય છે. ભારતના ઈઝરાયેલ સાથેના લગભગ અડધી સદીના પૂર્વના રાજકીય સંબંધોને જીવંત કર્યા છે. તેમની આ મુલાકાતમાં ઘણાં જ મહત્વના સુરક્ષા સોદા સાથે આતંકવાદીઓ સામે મજબૂત લડત માટે અદ્યતન શસ્ત્રો માટેના કરારો પણ કર્યા હતા. જ્યારે પાણી માટે ઉપયોગમાં લેવાતી તકનીક ભારતમાં લાવી ખેતી અને પીવાના પાણી ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો લાવવા માટેના એમઓયુ કર્યા જે આગામી દશકમાં એક શ્રેષ્ઠ પગલું ગણાશે. આપણાં દેશે અત્યાર સુધી વેઠેલા આતંકવાદમાં આ વર્ષે બાબા અમરનાથની યાત્રામાં આતંકવાદીઓ દ્વારા થયેલા હુમલામાં ૭ લોકો મૃત્યુ પામ્યા જે અમરનાથની યાત્રાના ઈતિહાસમાં એક દુ:ખદ ઘટના કહેવાય. આપણાં એ શ્રદ્ધાળું ભક્તોને શ્રદ્ધાંજલિ અર્પી આતંકવાદની સામે સહુને એક થવા નમ્ર અપીલ કરું છું.

આ સિવાય અન્ય વિશેષ લેખોમાં ચીની સરહદ પરની વિકટ પરિસ્થિતિ એ બોર્ડર ડિપ્લોમસી અંતર્ગત ચીન આપણી સાથે વારંવાર કેમ સરહદનો વિવાદ છેડે છે તે બાબતનો લેખ આવરી લેવામાં આવ્યો છે. જ્યારે સિને જગતમાં પણ વાસ્તવિક ઘટનાઓ પર બનતી ફિલ્મોમાં આજની દીકરીઓ માટે બોધરૂપ એવી ફિલ્મ ‘મૉમ’ વિશેનું વિવેચન પણ રસપ્રદ છે. અનેે આપની મનગમતી કૉલમ્સ તો ખરી જ..!

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

વિટામિન – શી થી ફિલ્મોમાં પ્રવેશી રહેલ આરજે ધ્વનિત..

મિત્રો, રેડિયો પર તમને અનેકવાર એક નામ સતત