તંત્રી સ્થાનેથી – અનેક વિઘ્નોને પાર કરીને મહિલાઓ સિદ્ધિના શિખરે બિરાજે છે

તંત્રી સ્થાનેથી – અનેક વિઘ્નોને પાર કરીને મહિલાઓ સિદ્ધિના શિખરે બિરાજે છે

- in Editor's Note
47
0

અનેક વિઘ્નોને પાર કરીને મહિલાઓ સિદ્ધિના શિખરે બિરાજે છે

મહિલાઓ આગળ વધી રહી છે, આ વાત તો હવે જૂની થઈ ગઈ છે. નવી વાત એ છે કે મહિલાઓ પુરુષને ઓવરટેક કરી રહી છે. એજ્યુકેશનથી લઈ એડવેન્ચર અને કરિયરથી લઈ કુટનીતિ એકપણ ક્ષેત્ર એવું નથી રહ્યું કે જ્યાં મહિલાઓ આજે ટોપ પર નથી. મહિલાઓની સફળતાને એટલા માટે બિરદાવવી જોઈએ કે તેમને આ સિદ્ધિ ઘણા સંઘર્ષ પછી મળે છે. શારીરિક મર્યાદાઓ, સામાજિક બંધનો, કુરિવાજો જેવા અનેક દૂષણોનો સામનો કરતાં કરતાં કરિયર બનાવવાનું હોય છે. ઘરના તમામ કામ કરવાની સાથે બહેન, માતા અને પત્નીની ફરજ બજાવતાં સંસાર અને કરિયર વચ્ચે બેલેન્સ જાળવવાનું હોય છે. છતાં એ હિંમત નથી હારતી, આજની નારીમાં અખૂટ સાહસ છે, શ્રદ્ધા છે, આત્મવિશ્ર્વાસથી છલોછલ છે અને એટલે જ ફક્ત સફળ નથી પણ પુરુષોથી બે કદમ આગળ નીકળી રહી છે.

8મી માર્ચ મહિલા દિન તરીકે વિશ્ર્વભરમાં સેલિબ્રેટ થાય છે ત્યારે ફીલિંગ્સ પણ મહિલાઓની સિદ્ધિઓની ગાથા રજૂ કરતો આ વિશેષાંક પ્રસિધ્ધ કરી રહ્યું છે જેમાં રાજકારણ, બોલિવૂડ, કોર્પોરેટ સહિત વિવિધ ક્ષેત્રોમાં સક્સેસ મેળવી પ્રેરણારૂપ બનનાર મહિલાઓની વાતો જાણવા મળશે. આનંદની વાત એ છે કે છેલ્લાં દાયકા દરમિયાન ભારતમાં સ્ત્રી સશક્તિકરણના કાર્યને વેગ મળ્યો છે. અર્બન હોય કે રૂરલ દરેક જગ્યાએ મહિલાઓમાં એજ્યુકેશન, ગૃહ ઉદ્યોગ દ્વારા સ્વાવલંબન અને કમાણીનું પ્રમાણ ઘણું વધ્યું છે. તો સામાજિક દૃષ્ટિએ પણ મહિલાઓને આદર, સન્માન અને સ્વતંત્રતા મળી છે જેના પરિણામે આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓએ સફળતા મેળવી છે. આ ઉપરાંત બોલિવૂડની ફિલ્મોને પણ આનો થોડો શ્રેય તો અવશ્ય આપવો પડે. તાજેતરમાં જ રિલિઝ થયેલ ‘દંગલ’, ‘નિરજા’, ‘પિંક’, ‘પિકુ’ વગેરે જેવી ફિલ્મોએ દેશની અનેક યુવતીઓને પ્રોત્સાહિત કરી છે.

ગત ઓલિમ્પિકમાં ભારતીય મહિલાઓ જ મેડલ જીતી શકી હતી જે દર્શાવે છે કે સમય બદલાયો છે, હવે સ્ત્રીઓનો સમય આવ્યો છે.

 

– એડિટર

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

બુક રિવ્ય

આ તમામ પુસ્તકો ઘેરબેઠાં ખરીદવા ફોન/વોટ્સએપ કરો :