પોતાની પરંપરાને સાથે રાખીને સમય સાથે તાલ મેળવતી નવી પેઢીની કેરિયર ઓરિએન્ટેડ યુવતીઓ…

પોતાની પરંપરાને સાથે રાખીને સમય સાથે તાલ મેળવતી નવી પેઢીની કેરિયર ઓરિએન્ટેડ યુવતીઓ…

- in Samvedna
303
Comments Off on પોતાની પરંપરાને સાથે રાખીને સમય સાથે તાલ મેળવતી નવી પેઢીની કેરિયર ઓરિએન્ટેડ યુવતીઓ…

પારુલ સોલંકી

આજે પણ વાત કરીશું જુદા જુદા શહેરોમાં વસી રહેલી નવી પેઢીની યુવતીઓ વિશે જે આત્મ નિર્ભર છે અને આત્મ વિશ્ર્વાસથી સભર તો છે જ પરંતુ જેઓની પોતાની પરંપરાને સાથે રાખીને સમય સાથે તાલ મેળવતી અને પોતાની કેરિયર પ્લાનિંગ બાબતે અને સ્ત્રી શક્તિ બાબતે જે વિચારધારા છે, તે બહુ સરસ રીતે કહી છે.

રાજકોટની 22 વર્ષીય વય ધરાવતી હાર્દી ડોબરિયા એ ઈન્ટીરીયર ડીઝાઈનર છે. અને હજુ પણ એ પોતાના ફિલ્ડમાં નવું નવું શીખવાની ઈચ્છા ધરાવે છે, તે એક એમ્બીશીયસ અને કેરિયર ઓરિએન્ટેડ ગર્લ છે, હાર્દી કહે છે કે, ‘ એના બચપણમાં જ એના ફાધરનું અકાળે અવસાન થવાથી તેની મૉમ ને એ નાનપણથી જ એક વર્કીંગ વુમન તરીકે જોતી આવી છે, ઘરનો બધો ભાર એકલા હાથે સંભાળતા અને એક સંઘર્ષમય જીવનમાંથી પસાર થતાં પોતાની મોમને તેણે જોઈ હોવાથી પોતાની કેરિયર બાબતે હાર્દી પહેલેથી જ એક દ્રઢ વિચાર ધરાવે છે, ઉપરાંત હાર્દી કહે છે, ‘અમારા સમાજમાં અને ખાસ કરીને અમારા ફેમીલીમાં છોકરીઓના લગ્ન 22-23 ની વયે થઈ જાય છે, તેથી સહજ જ એ વિચાર આવે કે લગ્ન બાદ કેરિયરનો ભોગ નહીં દેવો પડે ને?’ પરંતુ, હાર્દી પોતાની વાત આગળ વધારતાકહે છ, ‘સંઘર્ષ વગરનું કોઈનું જીવન હોતું નથી, પરંતુ સંઘર્ષના સમયે હકારાત્મક વલણ અને ભગવાનમાં શ્રદ્ધા આ બે પરિબળો મારા સપોર્ટ સિસ્ટમ બની રહે છે, અને હું પણ લગ્ન બાદ ઘર-પરિવારની સંભાળ રાખવા સાથે જ મારી કેરિયરનો ગ્રાફ વધુ ને વધુ ઉંચે લઈ જવા માગું છું કેમકે લગ્ન બાદ હું મારા પરિવાર પ્રત્યેની જવાબદારી સમજું છું. અને એનું કહેવું છે કે સ્ત્રીઓ હંમેશા પોતાની જાતને પુરૂષો સાથે સરખામણી કરીને આગળ વધે છે, પરંતુ શા માટે??? પુરૂષને પણ જન્મ આપનાર એક સ્ત્રી જ છે તો સ્ત્રી અને પુરૂષની સરખામણી શક્ય જ નથી..!!! કોઈપણ સ્ત્રીના મનમાં પોતાના કાર્ય પ્રત્યે સાચી લગન, એક ધગશ અને મહત્વકાંક્ષા હોય તો તે ચૉક્કસપણે પોતાનો ગોલ પ્રાપ્ત કરી જ શકે છે તેમાં કોઈ શક નથી. હાર્દી માટે તેના આદર્શ છે : નીતા અંબાણી, એકતા કપૂર, મિશેલ ઓબામા, ઈન્દ્રા નૂઈ, અને કરીના કપૂર પોતાના માટે આદર્શ એવી આ વર્લ્ડ ફેમસ સેલિબ્રિટી મહિલાઓ વિશે હાર્દી કહે છે કે આ બધી સેલિબ્રેટિ મહિલાઓએ લગ્ન બાદ ઘર પરિવાર સંભાળવા સાથે પોતાનું કાર્ય પણ સરસ રીતે કરી રહ્યાં છે. તે બાબત મને ઈમ્પ્રેસ કરી

જાય છે.

મુંબઈમાં વસી રહેલ 21 વર્ષીય સ્માર્ટ અને ઈન્ટેલિજન્ટ યુવતી હેતા મોદી પોતે ક્ંપની સેકેટરીનો કોર્સ કરે છે, ને પોતાની કેરિયમાં એક સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે, હેતા મોદી કહે છે ‘આજના જમાનામાં છોકરાઓ અને છોકરીઓ એક સમાન લેવલ પર છે એવું હું માનું  છું અને જીવનમાં કંઈક અચીવ કરવા માટે તમારો એક ચોક્કસ ગોલ હોવો જોઈએ એની સાથે જ આપણી સ્ટ્રેટેજી એવી હોવી જોઈએ કે પહેલા આપણે બધું સરખું પ્લાન કરીએ, કેમકે પ્લાનિંગ વગર કોઈ ગોલ અચીવ નથી થતો. દરેક વ્યક્તિના જીવનમાં પ્રોબ્લેમ આવે પરંતુ એ પ્રોબ્લેમને ઓવરકમ કરીને જે આગળ વધે એ વ્યક્તિ જ સક્સેસફુલ થાય છે, અને એમાં ફેમિલીનો પણ સપોર્ટ જરૂરી છે અને અમારી પેઢી આવતા તો અમારા પેરેન્ટ્સ એટલા સજાગ થયેલા છે કે તેઓ પોતે જ અમને હાયર સ્ટડીઝ માટે પ્રોત્સાહિત કરે છે. ઉપરાંત મારું એમ પણ માનવું છે કે અગર હું આટલા પૈસા  અને સમય મારી કેરિયર માટે ઈન્વેસ્ટ કરું છું તો લગન્ બાદ પણ મારી સ્કીલનો ઉપયોગ તો થવો જોઈએ, એ મારી અભિલાષા છે. લગ્ન બાદ પણ સ્ત્રીઓ કામ કરે એવું હું દ્રઢપણે માનું છું, પરંતુ હા, પ્રોફેશનલ અને ફેમિલી લાઈફને બન્નેને બેલેન્સ કરીને હૂં મારી કેરિયરમાં કાર્યરત રહેવા માગુ છું…!! આજની નારી એ મહાનશક્તિ છે, કેમકે આજની નારી ધારે એ કરી શકે છે. કરિયર, ફેમિલી, કિડ્ઝ, પોતાને સંભળાવું એ બધું તો એક સ્ત્રી અને માત્ર સ્ત્રી જ કરી શકેે છે, ‘હેપ્પી વુમન્સ ડે ટુ ઑલ ફીમેલ.’

23 વર્ષીય રાજકોટની ગૌતમી શાહ જે વ્યવસાયે એક ડોક્ટર છે, ડેન્ટીસ્ટ છે જે, તે પોતાની કરિયર અને સ્ત્રી સશક્તિકરણ બાબતે સરસ વાત કરે છે, જેમકે સ્ત્રી અને પુરૂષને સમાજમાં સમાન હક્ક અને સમાન તક અને સમાન દરજ્જો હોવો જોઈએ એવી વાતો થતી રહે છે તેમ છતાંય દરેક રીતે અને દરેક તબક્કે સ્ત્રીને પોતાનું ધ્યેય અને પોતાની આશા અને પોતાના અરમાન સિદ્ધ કરવા માટે અનેકવિધ અવરોધો અને પ્રતિકૂળતાઓમાંથી પસાર થવાનું રહે છે, ‘પોતાની વાત આગળ વધારતા ગૌતમી કહે છે, ‘સ્ત્રીઓ માટેની આવી વિષમ પરિસ્થિતિ હોવા છતાંય હું સદભાગી છું કે મારો જન્મ અને મારા ેઉછેર જે પરિવારમાં થયેલ છે , તે પરિવારમાં મારી કેરિયર બાબતે મને પૂરી સ્વતંત્રતા મળેલ છે, મારી વાત કરું તો વિવિધ પ્રકારના કાર્યો માટેની ધગશ અને તેમાં સિદ્ધિ મેળવતી સ્ત્રીઓની  વચ્ચે મારો સતત વિકાસ થતો રહ્યો છે, અને એ રીતે ઈન્સપાયર થઈને મારો જે ગોલ છે એને એક મંત્ર ગણીને હું મારી અભિરુચિના કાર્યમાં સતત સક્રિય રહી છું, છે, આ માટે પરદેશમાં વધુ અભ્યાસ અને અનુભવ મેળવવો, ઉપરાંત મારા ધ્યેયમાં સહાયરુપ બને તેવા વિવિધતા ભર્યા અનુભવ મેળવું એ મારા કરિયરનો આગળનો પ્લાન છે અને મારું માનવું છે કે જે જ્ઞાન અને અભ્યાસ દ્વારા આપણી કેરિયરમાં આગળ વધીએ છીએ એ માટે આપણી સાચી ચાહના, ઈચ્છાશક્તિ અને અભિરુચિ સાથે ડેડીકેશન હોય તેમાં કોઈ પ્રકારની પ્રતિકૂળતા કે કોઈ પ્રકારના અવરોધને સ્થાન રહેતું નથી અને આવું મજબૂત મનોબળ અને દ્રઢતા કેરિયર ઓરિએન્ટેડ યુવતી પોતાના મનમાં રાખે એ જરૂરી છે.

‘ગુજરાત રાજ્ય સંગીત અકાદમી ‘સ્વર 2016 માં ‘ભૂમિકા’ નાટક માટે ‘બેસ્ટ એક્ટ્રેસ’ નો એવોર્ડ જીતનારી જામનગરની આ 16 વર્ષીય ગુજરાતી તરુણી રીવા રાચ્છ એક બહુ સરસ સ્ટેજ આર્ટિસ્ટ છે, જે 11 મા ધોરણમાં અભ્યાસ કરે છે, અભિનય કરવા સાથે પોતાના અભ્યાસમાં પણ એ અવ્વલ નંબર મેળવે છે. રીવા રાચ્છ એક ફિલસૂફના સરસ કવૉટ સાથે પોતાની વાત શરૂ કરે છે, ‘આજની સ્ત્રીઓ એ સાબિત કરવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે પુરૂષો જે કંઈ પણ કાર્ય કરે છે, એ બધા જ કાર્યો કરવા માટે સ્ત્રી સક્ષમ છે, અને એથી જ એ પોતાની વિશિષ્ટતા ગુમાવી રહી છે, કેમકે એક પુરુષ જે કાર્યો કરે છે તે દરેક કાર્યો કરવા માટે સ્ત્રીનો જન્મ નથી થયો. ‘ આ બાબતે રીવા પોતાનો વિચાર દર્શાવે છે, ‘ દરેક મહિલાને પુરૂષો કરતા વધુ સફળ અને વધુ સારી સાબિત કરવાનો પ્રયાસ ના કરવો જોઈએ, પરંતુ માત્ર ને માત્ર પોતાની યોગ્યતા અને વિશિષ્ટતા પર ફોકસ કરીને કાર્યક્ષેત્રમાં આગળ વધું જોઈએ, ‘મારે મારી કેરિયર અભિનય ક્ષેત્રે બનાવવી છે, એ મેં ચૌદ વર્ષની વયે જ નક્કી કરી લીધેલ, ‘આ બાબતે રીવા પોતાની વાત આગળ વધારતા કહે છે, કોઈ ટીપીકલ ‘નારી શક્તિ ઝિન્દાબાદ’વાળી છોકરી ના બનવું જોઈએ, પરંતુ દરેક છોકરીએ મહિલા શક્તિકરણની વ્યાખ્યાને પોતાની એક અલગ નજરે જ જોવાની જરૂર છે, જેમ કે ‘તમે પોતે જ તમારું એક ગોલ હોવા જોઈએ એટલે કે તમારી જાત સાથે જ તમારી સ્પર્ધા કરો, અને સજાગ રહો, બુદ્ધિનો ઉપયોગ કરો, તમારા પ્રોફેશનના કાર્યને લગતા તમારા પોતાના અમુક એથીક્સ હોવા જોઈએ, અને તેને સંપૂર્ણ રીતે ફોલો કરો.

Facebook Comments

You may also like

Hello, This is Update

Lorem Ipsum is simply dummy text of the