બુક રિવ્ય

બુક રિવ્ય

- in Book Review
102
0
આ તમામ પુસ્તકો ઘેરબેઠાં ખરીદવા ફોન/વોટ્સએપ કરો : 74054 79678
 ઓનલાઇન ખરીદવા મુલાકાત લો  www.dhoomkharidi.com

અનુમાન…

લેખક :      મોહન પરમાર

પેજ   :      ૨૩૪

મૂલ્ય  :      રૂા.૨૪૫/-

પ્રકાશક      :      રન્નાદે પ્રકાશન

સંપર્ક : (૦૭૯)૨૨૧૧૦૦૮૧, ૨૨૧૧૦૦૬૪

લેખક મોહન પરમાર દ્વારા સર્જાયેલ વિવેચનોના વિવિધ મેઘધનુષના આ પુસ્તક દ્વારા પોતાના સુંદર રંગનો ફરીથી પરિચય કરાવ્યો છે એમ કહી શકાય. કુલ ચાર વિભાગમાં વિભાજિત એવા આ પુસ્તકમાં વાર્તાકારોનો અભ્યાસ, વાર્તા-આસ્વાદ દલિત સાહિત્ય અને પુસ્તક સમીક્ષા આપવામાં આવી છે. જેમાં જયંત ખત્રી અને બકુલેશના વાર્તા સંગ્રહોની કેટલીક ઉત્તમ કૃતિઓનું સંક્ષિપ્તમાં સુંદર વિવેચન થયું છે, તો આગળ વાર્તાકાર મોહનલાલ પટેલ : એક દૃષ્ટિપાત વિભાગમાં મોહનલાલના સર્જન વિશે વિવિધ વાર્તાઓના ઉદાહરણો દ્વારા આપણને અવગત કરાવ્યા છે. ધૂમકેતુની પોસ્ટ ઓફિસ વાર્તા કે જે ગુજરાતના સીમાડા બહાર પણ પ્રશંસા પામી છે. તેને પોતાની આગવી રીતે સમજાવી છે. બીજી તરફ પ્ન્નાલાલ પટેલની મહત્ત્વની વાર્તા, વળગી રહેલાને પણ યથોચિત સમજાવી છે. દલિત સાહિત્યના વિભાગોમાં ગુજરાતી દલિત નવલકથા દલિત વાર્તામાં વહેણ-વળાંકો ગુજરાતી કવિતામાં સર્જકતાના નવા પરિમાણો, તેની કેટલીક મહત્ત્વની દલિત વાર્તાઓ ગુજરાત દલિત નવલકથામાં સામાજિક સમસ્યાનું નિરુપણ વગેરે મુદ્દાઓની છણાવટ કરી છે. સાથે જ સંત સાહિત્યના સંશોધક-સમીક્ષક

ડો. નાથાલાલ ગોહિલ વિશે પણ વિસ્તારથી સમજણ આપી છે. સાહિત્યમાં રસ ધરાવનારા સાહિત્યરસિકો ઉપરાંતને પણ વાંચવી ગમે તેવું આ પુસ્તક સાહિત્યની ઘણી ઉત્તમ કૃતિઓને આપણી સમક્ષ રજૂ કરી આપે છે. તેમાં પણ મંદિરની પછી તે : નામની કથામાં જયાં જાતને જરૂરિયાત ઉભી થાય છે ત્યારે વ્યક્તિ પોતામાં કેવી રીતે પરિવર્તન લાવવા તૈયાર થાય છે તેનું સુંદર શાબ્દિક નિરુપણ કરતી વાર્તા રસ પમાડે છે. એ સાથે અનેક સરસ મજાની વાતાનો ખજાનો ચોક્કસપણે વાંચન વિશેષ પુસ્તક..!

મનનો મેડિક્લેઈમ

અનુવાદક          :      પંન્યાસ ઉદયવલ્લભવિજય

પેજ          :      ૧૦૪

મૂલ્ય        :      રૂા.૫૦/-

મુદ્રક         :      પ્રિન્ટવેલ

સંપર્ક            :  મો-૯૩૨૨૨૨૫૪૦૮

વિપરીત, વિષમ અને વિકટ પરિસ્થિતિઓના પાષાણખંડમાંથી પણ દૈવી પ્રસન્નતાનું મોહક શિલ્પ કંડારી શકાય છે. તે માટેના જરૂરી ઓજારો અહીં આપ્યા છે. પરિસ્થિતિ એ કાચો માલ છે, મન:સ્થિતિ એ પાકો માલ છે, પણ માનવમન એક ગજબનું મશીન છે, તે ગમે તેવા માલમાંથી ધારે તેવી વસ્તુ બનાવી શકે છે. મન ધારે તો વિપરિત પરિસ્થિતિના લોખંડી ટુકડામાંથી શુભ મન:સ્થિતિની સુવર્ણમુદ્રિકા પણ સર્જી શકે છે અને એ જ મન ધારે તો સમૃદ્ધ પરિસ્થિતિના ચળકતા સુવર્ણમાંથી અશુભ મન:સ્થિતિનો અણીદાર ખીલો પણ બનાવી શકે છે. આપણે સહુ આવુ શક્તિશાળી મન લઇને બેઠા છીએ એટલે આ યંત્રણાને કઇ તરફ કાર્યશીલ કરવી એ અંગેની સમજદારી અને સાવધાની ખૂબ જરૂરી છે. આ બધા વિચારોને લેખકે જરૂરી અને એકદમ વાસ્તવિક એવા ઉદાહરણો સાથે સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. કોઇપણ પ્રકારનું દુ:ખ કાયમી નથી હોતું એનો અંત તો ચોક્કસ હોય જ છે. પુસ્તકનું હાર્દ જોઈએ તો મનુષ્યે ધીરજ રાખી કર્મ કરતા રહેવાથી આવા પ્રકારનો મનોબોજ ચોક્કસપણે ઓછો થશે એવો આશાવાદ રાખવા જણાવ્યું છે. ધીરજ અને સ્વસ્થતાની તાલીમ મેળવવામાં ઉપયોગી એવા તમામ મુદ્દાઓને સરળ ભાવપૂર્ણ શૈલીમાં સમજાવવામાં આવ્યા છે. જીવનમાં સંયમનું સહિષ્ણુતાનું અને શ્રમનું (તથા સ્વાવલંબનનું) મહત્ત્વ સમજાવવા માટેના ઉદાહરણો એકદમ સચોટ છે. સંતોષને તેમણે સમાધિના સિકયોરિટી બોન્ડ તરીકે ઓળખાવ્યો છે. આધ્યાત્મિક ચિંતન સાથેનું સરસ પુસ્તક.

 

આપણી વાત

લેખક        : પારસ એસ. હેમાણી

પેજ   :      ૮૨

મૂલ્ય : રૂા.૧૨૫/-

મુદ્રક  :      ડેઝલિંગ ગ્રાફીક્સ

સંપર્ક : +૯૧-૯૪૨૬૧૬૫૨૨૧

પ્રકાશક      :      સોનલ પી. હેમાણી

આભડછેટના ઓછાયા

લેખક        :      પ્રવીણ ગઢવી

પેજ   :      ૨૩૦

મૂલ્ય :      રૂા.૨૨૫/-

પ્રકાશક      :      રન્નાદે પ્રકાશન

સંપર્ક :      (૦૭૯)-૨૨૧૧૦૦૮૧-૬૪

ગણિતની રસપ્રદ રમતો

લેખક :  ડૉ. ભગવાન સ્વરૂપ ગુપ્ત

શૈલેન્દ્ર ભૂષણ

પેજ   :      ૧૨૮

મૂલ્ય  :      રૂા.૯૯/-

પ્રકાશક      :      આર.આર. શેઠ એન્ડ કું.

સંપર્ક :      (૦૭૯)-૨૫૫૦૬૫૭૩

 

આપનાં પુસ્તકો/સીડી રિવ્યુ

        અર્થે ફીલિંગ્સના

કાર્યાલય પર મોકલી શકો છો.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

મુશાયરો

સંકલન : ‘મૌલિક’ હું પડ્યો પે’લાં… અર્થ જીવનનો