વિટામિન – શી થી ફિલ્મોમાં પ્રવેશી રહેલ આરજે ધ્વનિત..

વિટામિન – શી થી ફિલ્મોમાં પ્રવેશી રહેલ આરજે ધ્વનિત..

- in Other Articles
303
0
વિટામિન---શી

મિત્રો, રેડિયો પર તમને અનેકવાર એક નામ સતત સંભળાયું હશે…હાય… હું આર જે ધ્વનિત બોલું છુ…એ સાથે જ મોજમસ્તીની ભરમારભર્યા રંગારંગ કાર્યક્રમોની ફુલઝડી વરસવાનું શરૂ થાય છે..

હા..દોસ્તો એ જ આરજે ધ્વનિત તેમની રેડિયો જોકીની આગવી ઓળખને વળોટીને હવે ઢોલિવુડ (ગુજરાતી ફિલ્મ) ક્ષેત્રે પોતાની અદાકારીથી ફરી એકવાર આપણાં મન પર છવાઈ જવાની તૈયારી કરી રહ્યાં છે. ૨૮ જુલાઈ, ૨૦૧૭ના રોજ રિલિઝ થનારી ફિલ્મ ‘વિટામિન-શી’માં ધ્વનિત મેઈન કેરેક્ટરમાં આવી રહ્યાં છે.

આરજે ધ્વનિત આ મૂવી વિેશે જણાવતા કહે છે કે સ્ત્રી વિશેના એક નવા કોન્સેપ્ટ સાથેની આ ફિલ્મ સમાજને અને યુવાઓને કંઈ કેટલુંય કહી જાય છે. આરજે ધ્વનિતને આપણાં રાજ્યના નાગરિકોને ચૂંટણી અને મતદાન જાગૃતિ વિશેના સંદેશ લોકહૈયે વહેતા કરવા માટે ઈલેક્શન કમિશન દ્વારા પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ધ્વનિત આ ફિલ્મમાં બે ગાયનોમાં એકદમ હટકે અદામાં પરફોર્મ કરતા આપણને જોવા મળશે. ‘વિટામિન શી’નું ગીત ‘માછલીઓ ઉડે…’માં ધ્વનિત એકદમ દિવાના આશિક સ્ટાઈલમાં ક્યાંક ક્રિકેટ રમતા, ક્યાંક મોબાઈલના મેસેજમાં ખોવાય છે તો ક્યાંક મિત્રો સાથે પ્રેમને પામવાની બાબતે મીઠી નોકઝોક પણ કરે છે.

એકદમ મૂડી આશિકની જીવંત અદાઓ સાથે આરજે ધ્વનિતે પોતાની જાતને રજૂ કરી છે… રેડિયો જોકી પરથી ફિલ્મી પરદે પદાર્પણ કરતાં કેવું લાગ્યું તેમ પૂછતાં આ બાબતે ધ્વનિત કહે છે કે ‘એક્ટિંગનો અનુભવ તદ્ન નવો જ એટલે અત્યાર સુધી ફિલ્મોનો બાયોસ્કૉપ કર્યો અને રેટિંગ આપ્યું.

પરંતુ ફિલ્મમાં કામ કરવું એ તેનાથી તદન જુદો જ અનુભવ છે.’ સ્ત્રીનો પુરુષના જીવનમાં કેટલો મહત્વનો રોલ છે તે બાબતે જણાવતાં કહ્યું કે, ‘સ્ત્રી એ ક્ોઈપણ કિરદારમાં કેમ ન હોય, તેનું મહત્વ જુદા જુદા ક્ષેત્રે જુદું જુદું જ છે..!’ તેઓ કહે છે કે, ‘આજના યુવાઓએ ગુજરાતી ફિલ્મોને વધારે જોવી જોઈએ.’

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

રજનીશજીએ ટકોર કરી મુક્ત હો જાઓ… અને ચિરંતન બ્રહ્મચારીજીએ ‘ઓશો’ગમન કર્યું.

– હેમરાજ ‘हिन्दुस्तान में विचार मर गया है।