સ્કિન કેર માટે ટેકનોલોજિ બની નવો પર્યાય… ઑરા ક્લિનિક..

સ્કિન કેર માટે ટેકનોલોજિ બની નવો પર્યાય… ઑરા ક્લિનિક..

- in Health is Wealth
202
0
ઑરા ક્લિનિક

કુદરતના સર્જનમાં રૂપ, રંગ અને ચાતુર્યની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ કોઈ સર્જન હોય તો તે માનવનું છે. એટલે જ આપણી ફિલ્મોમાં એવા કેટલાક શ્રેષ્ઠ ગીતોના સર્જન થયા જે રૂપની સુંદરતાને વર્ણવે છે. જેમકે ‘ચૌદહવીં કા ચાંદ હો યા આફતાબ હો..’ તો બીજું ‘રૂપ તેરા મસ્તાના…પ્યાર મેરા દિવાના…’ અને અન્ય અનેક એવા ગીતો.  આ રીતે માણસને પ્રકૃતિએ સુંદરતાની સાથે તેને એક્સ્પ્રેસ કરવાની સમજ અને જે તે સમયે એ સુંદરતાથી જગતને પોતાની તરફ આકર્ષવાની વિશેષ શક્તિ આપેલી છે. તો બીજી તરફ સામાજિક સ્તરની જાગૃતતા અને એકમેકથી ચડિયાતા દેખાવવાની હરીફાઈએ અને કામના તણાવે માણસની સુંદરતા પર ક્યાંક આઘાત કર્યો હોય તેવું દેખાય છે.

ક્યારેક યુવાનીના ઉંબરે પગ મૂકનાર યુવાવસ્થાના કેટલાક મિત્રોને અંદરોઅંદર એકમેકથી ચડિયાતા દેખાવવાની અને કોઈને ઓછી સુંદરતા પ્રાપ્ત થઈ હોય તો તેના મનમાં એક પ્રકારની ગ્લાનિ થવાથી પણ ક્યારેક માનસિક તણાવ આવે છે. જેને લીધે માણસનું અચેતન મન સતત તે વિચારોમાં રહે છે. એવા સમયે શરીરના જુદા જુદા કેમિકલ ફોર્મેશન્સ અણધાર્યા બદલાય છે જેને લીધે ખીલ, ડાઘ, મેદસ્વીપણું, શરીરના કોઈપણ ભાગે અણગમતા વાળ ઉગવા, ખરજવું અને સોરાયસીસ જેવી ત્વચા સંબંધિત બીમારીઓ લાગુ પડે છે.

પહેલાના સમયમાં તણાવ સાથે ત્વચાની બીમારીઓ થવા વિશેે કોઈ વિશિષ્ટ સંશોધનો ન હતા. પરંતુ આજે તે દિશામાં પ્રગતિ સાધીને વિજ્ઞાને તણાવ અને ત્વચા સંબંધિત ચામડીની બીમારીઓના કારણો અને તેના નિદાન ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ સધાઈ છે. ઑરા ક્લિનીક આ દિશામાં અત્યાધુનિક મશીન્સ સાથે સ્કીન કેરમાં ખૂબ જ સફળ પરિણામો સાથે તેની આધુનિક મેડિકેશન પદ્ધતિથી તેના ક્લાયન્ટ્સનો વિશ્ર્વાસ જીત્યું છે. ડૉ. આદિત્ય શાહ કે જેઓ ખૂબ જ નાની વયે પણ આ ક્ષેત્રે ઉંડો અભ્યાસ અને અનુભવ ધરાવે છે. ઑરા કેરમાં ખાસ કરીને જુદી જુદી લેસર ટ્રીટમેન્ટથી ધાર્યા પરિણામો મેળવવામાં સફળ થયું છે. ઑરા કેરમાં થતી ટ્રીટમેન્ટ્સમાં જોઈએ તો એક્ધે સ્કાર ટ્રીટમેન્ટ, રિજુવેનેશન, એન્ટી એજીંગ, કાર્બન પીલ, સ્કીન ટાઈટનીંગ, સ્કીન ટૅગ રીમુવલ્સની સાથે સાથે ટેટૂ રીમુવલ અને કેમિકલ પીલીંગની ટ્રીટમેન્ટ્સ થાય છે.

ડૉ. આદિત્ય શાહ તેમના અનુભવને આધારે જણાવે છે કે, ચામડીના રોગોમાં મહત્તમ મનોવૈજ્ઞાનિક સમસ્યા જ લોકોને માનસિક તાણ અને તેને લગતી બીમારીઓ ઉત્પન્ન કરે છે. જેમકે ખીલમાં જોઈએ તો શરીરમાં કોર્ટીસોલ સાથે તણાવ હોર્મોન્સ બનવાનું પ્રમાણ વધુ હોય છે. એટલે માનવ મનનું વૈચારિક પ્રતિબિંબ તેની ત્વચા પર પડે છે. ક્યારેક ત્વચા ચમકીલી હોય તો અચાનક રુક્ષ થઈ તેમાં ખાડા(સ્કાર) પડવા, ખીલ થવા અથવા એક્સેસ પ્રમાણમાં સ્કીન ઓઈલી થવાથી અણગમતા પીંપલ્સ થવા જેવી ત્વચાને લગતી તકલીફો ઉભી થાય છે. આ બાબતમાં કોઈપણ જાતની વૈયક્તિક સરખામણી ન કરવામાં આવે તો તણાવની પરિસ્થિતિને ટાળીને ત્વચાને લગતી બીમારીઓમાંથી પણ છૂટી શકાય છે.

ઑરા ક્લિનિક આ બાબતે તેની અદ્યતન ટેકનિકવાળા મશીન્સની મદદથી ઝીરો ટાઈમ આઉટ પિરિયડ્સમાં તેના ક્લાયન્ટ્સની સારવાર કરે છે.  ક્લાયન્ટ્સ ઓન ડ્યૂટી અવર્સમાં પણ સમય કાઢી પોતાની ટ્રીટમેન્ટ કરાવી શકે તેવા અદ્યતન મશીન્સ છે. તેમાંય એક્યુપલ્સ (એસ્થેટિક) માટે) અને હાઈડ્રા ફેશિયલ મશીન્સ ગુજરાત ખાતે માત્ર ઓરા ક્લિનિક પાસે જ છે. જેમકે, સફેદ ડાઘ દૂર કરવા માટે એક્સાઈમર મશીન, અણગમતા વાળ દૂર કરવા માટે લ્યુમીનીશ લાઈટસેર ઈ.ટી. અને એચ.એસ. મશીન, ફ્રેક્શનલ સીઓટુ લેસર જેના થકી સ્કાર્સ, ડાઘ, ખાડા, દાઝ્યાના ડાઘ જેવા ત્વચાને લગતા ગંભીર પરિણામોમાં પણ ખૂબ જ અસરકારક લેસર ટ્રીટમેન્ટ આપતું મશીન. ઉપરાંત મેલાસ્મા,એક્ધે સ્કાર્સ, ડાર્ક સર્કલ્સની સાથે ટેટુ રીમુવલ જેવી ટ્રીટમેન્ટ થઈ શકે છે.

તણાવ સાથે ત્વચાને લગતી તકલીફોના સંબંધમાં ડૉ. આદિત્ય સૂચવે છે કે, ‘ડિપ્રેશન, ચિંતાજનક દુશ્મનાવટ, અને માનસિક તાણ જેવી ભાવનાત્મક સ્થિતિ સીધા શરીરના કાર્ય અને આરોગ્ય બંને પર અસર કરે છે. આ બાબતે દર્દીઓએ તેના ડોક્ટર સાથે ખુલ્લા મનથી વાત કરવી જોઈએ જેથી યોગ્ય નિદાન થાય અને સહકારપૂર્ણ રીતે ટ્રીટમેન્ટમાં આગળ વધવું જોઈએ.’

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

વર્ષાઋતુ : આરોગ્ય અને આધ્યાત્મિક જ્ઞાન કમાવાની મોસમ

– કાન્તિ ભટ્ટ હંમેશાં આરોગ્યની વાંછના કરો. સારી