૧૪ હજાર ફૂટની ઊંચાઈ પર પિયાનો કોન્સર્ટ…!!!

૧૪ હજાર ફૂટની ઊંચાઈ પર પિયાનો કોન્સર્ટ…!!!

- in Feelings Mirchi
363
0
૧૪ હજાર ફૂટની ઊંચાઈ પર પિયાનો કોન્સર્ટ

વિજય રોહિત

કેટલાક માનવીઓ સામાન્ય કામ પણ અનોખી રીતે કરીને પ્રસિધ્ધિ મેળવે છે. ઘરમાં કે મ્યૂઝિક પ્રોગ્રામમાં પિયાનો વગાડવો એ નોર્મલ છે પણ ૧૪ હજાર ફીટ ઊંચા બરફાચ્છાદિત પર્વત પર પિયાનો વગાડવો એ સૂર-તાલના જ્ઞાન સાથે ભરપૂર હિંમતનું કામ છે. આવું જ અનોખું સાહસ કર્યું છે ઈટલીની સંગીતકાર એલિશા ટોમીલીનીએ. આલ્પ્સ પર્વત પર હાડ થીજી જાય તેવા માઈનસ પંદર ડિગ્રી કરતાં પણ ઓછા તાપમાનમાં એલીસાએ ગ્લોવ્ઝ પહેરીને પિયાનો કોન્સર્ટ યોજી હતી. તેનો દાવો છે કે આટલી ઊંચાઈ પર આ રીતે યોજાયેલ આ સૌ પ્રથમ કોન્સર્ટ છે.

અહો આશ્ર્ચર્યમ…બ્લેક એન્ડ વ્હાઈટ ટ્વીન્સ…!!!

કેટલીકવાર એવી ઘટનાઓ વિશે જાણવા મળે કે આપણે સાચું માની જ ના શકીએ. હાલમાં કલાની અને જરાની ડીન નામની બે જોડિયા બહેનો તેમના રંગને લઈને ખૂબ ચર્ચામાં છે. આ બહેનોના કલર અને ફિચર્સ જોઈને કોઈને વિશ્ર્વાસ નથી આવતો કે તેઓ ટ્વીન્સ છે. ઈલિનોઈસના રહેવાસી ટોમસ ડીન અને વ્હિટની મેયર પણ તેમના બાળકોની આ વિશિષ્ટતા પર આશ્ર્ચર્યચકિત છે. જન્મથી જ આ બંને બાળકોના કલર્સ એકબીજાથી તદ્ન વિપરીત હતા. કલાનીના ફિચર્સ તેની મમ્મી જેવા છે. તેનો રંગ શ્ર્વેત અને આંખો ભૂરી છે જ્યારે જરાની તેના પિતા પર પડી છે. તેનો રંગ શ્યામ છે. તબીબી વિજ્ઞાન કહે છે કે આવા ટ્વીન્સ પાંચસોમાં માંડ એકાદ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીર પણ વાઈરલ થઈ છે.

કવિતા-ગઝલ

નદી પાછી વળી ગઈ

 

જે જે કરી એ બધી ઈચ્છાઓ ફળી ગઈ,

દરિયાને સ્પર્શીને નદી પાછી વળી ગઈ.

 

અનહદ આનંદની વાત એને કળી ગઈ,

એટલે જ એ જાતે આનંદમાં ભળી ગઈ.

 

ન વાળી શકાઈ જેને બાંધીને બાંધ એ,

જઈ સ્વયં નવા માર્ગે જાતે જ વળી ગઈ.

 

અકળ ને અણધાર્યા બદલ્યા રૂપ એણે,

નીરવ શાંતિમાં એ સ્વયં જ ભળી ગઈ.

 

– કૌસ્તુભ – ‘પલાશ’

મો-૯૭૧૨૯ ૩૩૨૪૩

આપ કા SMS

 

વરસાદ આવ્યો…

તમને થતું હશે કે બહાર જઉં..

કૂદકા મારું, ગીત ગાઉ..

એમાં તમારો વાંક નથી

‘દેડકા’નો સ્વભાવ જ એવો હોય….

 

– હિતેશ ચીખલીયા

હલ્લા-ગુલ્લા

 

Husb. was teaching english

to his wife

Wife in afternoon – chalo DINNER le lo.

Husb : dobi atyare LUNCH kevay

Wife : doba aa gaikal raat nu 6e.

 

– રસિક પંડ્યા, સુરત

સૂડી – સોપારી

 

અગર જીવનમાં સફળતા

મેળવવી છે તો રીત બદલો

ઈરાદા નહીં.

– અજ્ઞાત

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

વિટામિન – શી થી ફિલ્મોમાં પ્રવેશી રહેલ આરજે ધ્વનિત..

મિત્રો, રેડિયો પર તમને અનેકવાર એક નામ સતત