એક માતા સંતાન માટે રોલ મોડલ પણ થઈ શકે…

એક માતા સંતાન માટે રોલ મોડલ પણ થઈ શકે…

- in Samvedna, Womens World
430
Comments Off on એક માતા સંતાન માટે રોલ મોડલ પણ થઈ શકે…
રોલ મોડલ

પારુલ સોલંકી

માતા નામ સાંભળતાં જ અંતરમાં ટાઢક થાય. મમતામયી માતા હંમેશાં પોતાના સંતાન માટે પ્રેરણાદાયી હોય છે અને દરેક માતા પોતાના ક્ષેત્રમાં વિરલ જ હોય છે. પણ અમુક માતા એવી હોય છે કે જે પોતાના સંતાન માટે આદર્શરૂપ હોય છે, એક રોલ મોડેલ હોય છે. આવી જ એક પ્રેરણાદાયી માતા પૂર્વીબેન અજયભાઇ ભારદ્વાજ અને તેમની ક્યૂટ દીકરી જાનકી. એકવીસ વર્ષીય જાનકી જે રાજકોટની છે અને હાલમાં મહેસાણા ખાતે ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જીવનના આ પડાવ સુધી જાનકી પહોંચી તેમાં તેના પિતાનો અને પૂરા ફેમિલીનો સહકાર તો ખરો જ, પરંતુ તેની માતાનું વાત્સલ્ય અને તેની પ્રેરણાનો જ વધુ ફાળો છે તેવું જાનકી સસ્મિત કહે છે.

પોતાની માતાના પ્રોત્સાહન અને પ્રેરણાના બળે જીવનના આ પગથિયા સુધી કઇ રીતે પહોંચી એ અંગે જાનકી કહે છે… આમ તો બાળપણથી જ મારું સ્વપ્ન અને ધ્યેય હતું કે ફિઝિયોથેરાપિસ્ટની ડિગ્રી મેળવવી છે, પરંતુ બારમા ધોરણમાં સાયન્સ પ્રવાહ જે રીતે અઘરો છે તેથી મનમાં એક છૂપો ભય પણ રહેતો હતો કે 12 સાયન્સ કઇ રીતે પાસ કરીશ! પરંતુ ત્યારે મારી મમ્મીએ જ મને સમજાવી, ‘બેટા! સાયન્સ લાઇન સહેલી નથી પણ જો તને ભણવાની તાલાવેલી હોય અને ફિઝિયોથેરાપિસ્ટની ડિગ્રી લેવી હોય તો મહેનત તો કરવી પડે ને?’ જાનકી મલકાતાં ચહેરે વાત આગળ વધારે છે, ‘પછી મને ધગશ ચડી. ખૂબ હાર્ડવર્ક કર્યું. હા, પરીક્ષા સમયે મોરલ ડાઉન થઇ જતું, પરંતુ મમ્મીના રેગ્યુલર બુસ્ટિંગથી અને ઇશ્ર્વરકૃપાથી હું સારા ક્રમાંકથી ઉત્તીર્ણ થઇ. મમ્મીએ કહેલ પ્રાર્થના+સફળતાની વાત હું આજે પણ અનુસરું છું.’

‘બીજું એ કે હું મારા માતા-પિતાનું સિંગલ ચાઇલ્ડ છું અને જોઇન્ટ ફેમિલીમાં રહું છું. તેથી એ સહજ છે કે એકદમ લાડકોડમાં મારો ઉછેર થયો હોય. મારે ફિઝિયોથેરાપિસ્ટના અભ્યાસ માટે બહારગામ પણ જવું પડે! તો એ માટે મને એક ઉત્સાહ હતો. પણ ફેમિલીથી દૂર જઇને  સ્ટ્રગલ સાથે એકલા રહેવા માટે પણ હું માનસિક રીતે તૈયાર નહોતી. કેમ કે, એકઝામ સમયે મને મમ્મી મારી પાસે જોઇએ એટલે જોઇએ જ! તો ત્યારે પણ મમ્મીએ જ મને માનસિક રીતે સજ્જ કરી કે ડિગ્રી માટે આગળ અભ્યાસ કરવા માટે કંઇક તો લેટ ગો કરવું જ પડે! તો જ તારી કરિયર બને. તું પ્રોફેશનલી લાઇફમાં તારું એક સ્થાન બનાવીને જીવનમાં આગળ વધી શકીશ.’

જાનકી પોતાના માતૃપ્રેમ અને તેની તરફના વાત્સલ્યની વાત કરતાં કહે છે, ‘મારી મમ્મીએ મારું મનોબળ મજબૂત બને એવા સજેશન્સ આપ્યા. ઉપરાંત બહારની દુનિયામાં ક્યારે કોઇની સાથે કઇ રીતે વર્તન કરવું એ શીખવાડ્યું.

ક્યારે એકલી બુદ્ધિથી ચાલવું અને ક્યારે બુદ્ધિ સાથે અંતરાત્મા-મનથી વર્તન કરવું એ પણ સમજાવ્યું. મમ્મી કહે છે કે હું હંમેશાં સાથે તો નથી રહેવાની. ક્યારેક તો જાતે જ નિર્ણય લેવો પડશે. આમ નિર્ભયતાનો ગુણ પણ કેળવ્યો!’

જાનકી કહે છે, ‘મારી સુપર કુલ મમ્મી જ મારી ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ છે. મારી મમ્મીએ શિક્ષણની સાથે સાથે મારામાં જીવનમૂલ્યોનો વિકાસ થાય અને સારા ગુણો વિકસે તેવી રીતે કેળવણી આપીને મારું સંસ્કાર ઘડતર કર્યું છે. મમ્મી કહે છે, ‘હું તને એટલી સ્ટ્રોંગ બનાવવા માગું છું કે તું ગમે ત્યારે ગમે ત્યાં જાય અને એવી કોઇ પણ પરિસ્થિતિ ઊભી થાય તો તેમાં આત્મવિશ્ર્વાસથી જવાબ આપી શકે, લડી શકે. મારી મમ્મીને હું સુપર મોમનું બિરુદ આપતાં અચકાઇશ નહીં. કેમ કે, મમ્મીએ મારા સર્વાંગી વિકાસની સતત ખેવના રાખીને જ મારા સ્વપ્નને વાસ્તવિક રૂપ આપ્યું… ત્યારે આજે હું મારા ધ્યેય નજીક પહોંચી છું. લવ યુ મમ્મી…’

જાનકીના મમ્મી પૂર્વીબેન આજના જમાનાની અલ્ટ્રા મોડર્ન, સ્માર્ટ મોમ છે. તેઓ જણાવે છે. મેં ભલે મારી દીકરીને પ્રેરણારૂપ બનીને એની કરિયરના ધ્યેય સુધી પહોંચાડી અને એ પ્રોફેશનલી ઉત્તમ પુરવાર થાય એ રીતે એના વ્યક્તિત્વનું ઘડતર કર્યું. પણ એનામાં એવી સમજણ હતી, કંઇક શીખવાની પ્રતિભા હતી ત્યારે એ મમ્મીની વાત સાંભળીને ઘડાઇને આગળ વધી. બાકી અત્યારની જનરેશનમાં બધા સંતાનો પોતાના પેરેન્ટ્સની બધી વાત ફોલો નથી કરતાં, પરંતુ પોતાની મનમાની કરે છે. એકની એક દીકરી અભ્યાસ માટે દૂર થાય એ અમને પણ પીડા થાય તેવી વાત હતી, પરંતુ એના ઉજ્જવળ ભવિષ્ય માટે એટલો ભોગ તો કોઇ પણ માતા-પિતા આપી જ શકે ને?!

મિત્રો, આપણે મા કહીએ કે મમ્મી. એ હંમેશાં પોતાના નિ:સ્વાર્થ પ્રેમ દ્વારા પોતાના સંતાનના સ્વપ્નને વાસ્તવિક બનાવવા  નિષ્ઠાપૂર્વક ઉત્સાહથી સાથ આપે છે.. ઉમાશંકર જોશીએ ખૂબ સરસ વાત કહી છે : ‘વત્સલ મૂરત, સ્નેહલ સૂરત, હૃદયના વંદન તને…’

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ