બાળકના સહાયક બનો…

બાળકના સહાયક બનો…

- in Samvedna, Womens World
428
Comments Off on બાળકના સહાયક બનો…

મ મ્મા… મમ્મા… જો આજે મને

હોમવર્કમાં એક ડ્રોઇંગ આપ્યું છે. બે દિવસમાં લઇ જવાનું છે એમ ટીચરે કહ્યું છે. સાત વર્ષીય નિશાંતે સ્કૂલેથી આવીને તરત જ એની મમ્મી જ્યોતિને કહ્યું અને તે ડ્રોઇંગ પેપર તેને આપ્યું પણ ખરું. જ્યોતિએ બે મિનિટ માટે કંઇક વિચાર્યું અને તરત જ બેસ બેટા! હું હમણાં આવી એમ નિશાંતને કહીને બાજુવાળા પાડોશીને ત્યાં પહોંચી ગઇ. અને ત્યાં જઇને પાડોશીની દીકરી સપના જે કોલેજ ગર્લ હતી તેને કહ્યું, દીદી ! મારા દીકરાને ડ્રોઇંગ તેની સ્કૂલમાં કરીને આપવાનું છે. તમે કરી આપશો? અને આવી રીતે જ્યોતિએ સપના પાસે પોતાના દીકરાનું ડ્રોઇંગનું હોમવર્ક કરાવ્યું. પાડોશી એકદમ સાલસ સ્વભાવના હતા, એટલે ના પાડી શક્યા નહિ. પરંતુ અપ્રત્યક્ષ રીતે આની તેના દીકરાના માનસ પર કેવી અસર થઈ હશે?

એના બદલે જ્યોતિએ દીકરાને થોડો ગાઇડ કર્યો હોત તો નિશાંત પોતાને આવડે તેવું ડ્રોઇંગ કરત. બાકી તો પછી સ્કૂલમાં એના ટીચર કરેકશન કરવાના જ હતા. પણ જ્યોતિએ આ બાબતે બહુ લાંબુ વિચાર્યુ નહીં.

બીજો એક પ્રસંગ જોઇએ. થોડાં સમય પહેલાં અમારા એક સ્નેહી રીટાબેન પોતાની આઠ વર્ષીય દીકરી પ્રિયાંશીને તેની સ્કૂલમાંથી એક ટોપિક પર દસ વાક્યો લખવા માટે આપ્યા હતા તે લખાવવા માટે આવ્યા. તેમણે મને પૂછ્યું તમે લખી આપશો? મેં તરત જ કહ્યું, પ્રિયાંશીને એક કોશિશ તો કરવા દો. તો રીટાબેનનો જવાબ હાજર જ હતો. શું પારુલબેન, સ્કૂલમાંથી ટોપિક આપ્યો છે, મેસેજ ટુ ગોડ અને એ બિચારીને કઇ રીતે એ લખતાં આવડવાનું? મેં અને મારી દેરાણીએ નેટ પર જોયું પણ કંઈ મળ્યું નહીં ને મને યાદ આવ્યું કે તમે તો સરસ લેખિકા છો. એટલે અમે તમારી પાસે આવ્યા. ક્યારે લખી આપશો? એને પાંચ દિવસ પછી સબમિટ કરવાનું છે.

મેં રીટાબેનને એટલું જ કહ્યું કે બે દિવસ પછી હું તમારે ત્યાં ફોન કરીને આવીશ અને આ નોટ્સ પ્રિયાંશી પોતે જ લખશે. તો પણ જતાં જતાં ખાતરી લઇને ગયા કે લખી આપશોને ?

બે દિવસ પછી હું તેઓને ત્યાં ગઇ અને તેના મોમ અને તેના આન્ટીને કહ્યું કે, હું જે કરું છું માત્ર જુઓ, વચ્ચે કંઇ ના બોલતાં. મેં પ્રિયાંશીને કહ્યું, એક નોટ અને પેન લઇને મારી પાસે બેસ.

મેં એને કહ્યું કે તારે હોમવર્કમાં જે દસ મેસેજ લખવાના છે તે ટોપિક છે ‘મેસેજ ટુ ગોડ’. તો તું મને કહે કે તારા ઘરમાં મંદિર છે ત્યાં ભગવાનના દર્શન કરે ત્યારે તારા મનમાં વિશ હોય છે? એટલે તરત જ પ્રિયાંશી ઉત્સાહથી બોલી ઊઠી, હા. દીદી. હું રોજ અમારા ઘરના મંદિરમાં ભગવાનના દર્શન પણ કરું અને કોઇ કોઇ વાર તો ગોડને મારી વિશ (ઈચ્છા) પણ કહું.

એકઝટલી, પ્રિયાંશી. તો મને હવે તું કહે, તારે એકથી વધારે વિશ(ઈચ્છા) ભગવાન પાસે કહેવાની હોય તો એ કઇ કઇ હશે? અને સમજ કે તારી જેટલી વિશ (ઈચ્છા) હશે એ જ તો મેસેજ ટુ ગોડ છે. સાંભળીને પ્રિયાંશી કહે, હા, દીદી. આ તો એકદમ ઇઝીલી લખાઇ જશે. તો ચાલ તું થોડી વાર માટે વિચારીને મારી પાસે એ બધી વિશ(ઈચ્છા)બોલ. પછી આ નોટમાં લખી નાખ.

તેની ફર્સ્ટ વિશ(ઈચ્છા) એ હતી ગોડ, તમે વાતાવરણમાંથી પોલ્યુશન દૂર થઇ જાય અને ગ્રીનરી વધી જાય એવું કરી દો. બીજી વિશ એની એ હતી કે, ગોડ તમે બેડ પીપલને પનીશ કરો જેથી ગૂડ પીપલ સારી રીતે રહી શકે. મિત્રો, અને એ આઠ વર્ષીય બાળકીએ તેની ઉંમર અને તેની સમજ પ્રમાણે એકથી વધુ એટલી સરસ વિશ કહી જેમાંથી બે વિશ જ મેં અહીં મૂકી છે. આ ઉપરાંત, પ્રિયાંશીએ મને બીજી પાંચથી છ સરસ વિશ કહી અને નોટમાં લખી પણ ખરી. તેના મોમ અને આન્ટી એકદમ આશ્ર્ચર્ય પામી ગયાં હતાં. પારુલબેન, આ તો પ્રિયાંશીને તેની જાતે જ લખતાં આવડ્યું અને પ્રિયાંશીએ લખ્યું પણ ખરું! મેં કહ્યુ:, રીટાબેન આ જ બાબત તમારે  સમજવાની છે. તમારી જેમ કેટલીક મમ્મીઓને પોતાના બાળકને સ્કૂલમાંથી આપેલ કોઇ પ્રોજેક્ટ વર્ક, કોઇ નોટ્સ અથવા તો હોમવર્ક અઘરું લાગે એટલે પાડોશી કે સંબંધી પાસે એ વર્ક કરવા માટે દોડી જાય છે. પરંતુ દરેક બાળકમાં એક ક્ષમતા પડેલી હોય છે જ. માત્ર તેને બહાર લાવવાની હોય છે. બાળકને એક માર્ગદર્શન આપવાનું હોય છે. થોડુંક સમજાવશો એટલે આગળનું વર્ક તો એ જાતે આપોઆપ કરશે જ. બાળકને ગાઇડ કરવાનું કામ માતાએ પોતે જ કરવાનું હોય છે.

તો મિત્રો, પોતાના બાળકને સ્કૂલનું કોઇ પણ હોમવર્ક કે પ્રોજેક્ટ વર્ક જાતે કરવાની આદત પાડો. જાતે મહેનત કરીને એ કંઇ પણ લખશે તો યાદ પણ રહેશે. એનો આત્મવિશ્ર્વાસ વધશે. અને જેમ જેમ એનો આ અનુભવ વળશે તેમ એનું શબ્દભંડોળ વધશે અને બાળકમાં નૈતિક મૂલ્યો આપોઆપ સિંચાશે. બાળકનો વિકાસ થશે.

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ