તંત્રી સ્થાનેથી

તંત્રી સ્થાનેથી

- in Editor's Note
1949
Comments Off on તંત્રી સ્થાનેથી

ઈસરોની સિદ્ધિએ ભારતને

આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું

૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે સૌ પોતાના પ્રિય વ્યક્તિ સમક્ષ પ્રેમનો એકરાર કરીને, પ્રેમપર્વના સેલિબ્રેશન બાદ બીજા દિવસે થાક ઉતારી રહ્યા હતાં ત્યારે ભારતીય વૈજ્ઞાનિકો જેમની પ્રાથમિકતામાં દેશપ્રેમ પ્રથમ છે તેઓ એક અદ્વિતિય, વિશ્ર્વમાં ક્યારેય ન થયું હોય તેવી ઘટના સાકાર કરવા પ્રયાસ કરી રહ્યાં હતા. એ સ્વપ્ન આખરે સાકાર થયું ૧૫મી ફેબ્રુઆરીએ જ્યારે ભારતે એકસાથે ૧૦૪ ઉપગ્રહો લોન્ચ કરીને સૌથી વધુ ઉપગ્રહ લોન્ચ કરવાનો વિશ્ર્વવિક્રમ સર્જ્યો અને અમેરિકા, રશિયા સહિત સમગ્ર વિશ્ર્વ આશ્ર્ચર્યચકિત થઈ ગયું. આ ભારતીય વૈજ્ઞાનિકોના રિસર્ચ પરના પ્રેમનું પરિણામ હતું કે સમગ્ર દેશ ઈસરોની સિદ્ધિ પર ગૌરવ અનુભવી રહ્યો છે. હેટ્સ ઓફ ટુ ઈસરો…
જ્યાં એક તરફ ઈસરોએ સેલિબ્રેશનનો મોકો આપ્યો છે ત્યાં બીજી તરફ લગ્નની સિઝન પણ વસંતની જેમ પૂરબહારમાં ખીલતાં એનો આનંદ માણી રહ્યાં છે. જોકે હવે લગ્નોનો અંદાજ પણ જરા બદલાઈ ગયો છે. ગાડી, લાડી અને સાડીઓમાં પણ લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને ફેશન ઉમેરાઈ છે. લગ્નમાં સેલિબ્રેશન માટે હવે ગરબા, ડીજે-ડાન્સ તો કમ્પલસરી થઈ ગયું છે. ડીજે ડાન્સમાં ટીમલી સોંગ્સ જે આજે ખૂબ પોપ્યુલર થયા છે તેના પર સહપરિવાર ડાન્સ કરવાની મજા દરેક ભરપૂર માણે છે. જો આ ટીમલી-ગફૂલી ગીતો પર તમે ડાન્સ માણ્યો હોય અને તેના ગાયકો અને કલાકારોને જાણવા હોય તો આ અંકમાં ટીમલી તેમજ આ પ્રકારના ગીતો ગાનાર જાણીતા કલાકારો વિશે વાંચવા-જાણવા મળશે. કમલેશ બારોટ, કિંજલ દવે, પ્રવિણ લુણી જેવા કલાકોરની માહિતી તમને ગ્રામ્યજીવન અને સંગીતની મોજ કરાવશે.
આ ઉપરાંત યુ-ટ્યૂબ, રોપ-વે અને લેટેસ્ટ ફિલ્મો તેમજ રેગ્યુલર આર્ટિકલ જરૂર ગમશે. તો હવે થઈ જાવ રેડી રીડિંગ સેલિબ્રેશન માટે….!!!

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો