કેરાલા

કેરાલા

- in Feature Article
3090
Comments Off on કેરાલા

અક્ષર

નયનરમ્ય સુંદરતા માત્ર ઉત્તરમાં જ નહીં …

દક્ષિણમાં પણ પ્રકૃતિની

“જાહોજલાલી   છે…

 

દક્ષિણ ભારતના કોવાલમના જુદા જુદા બીચ તેમની આગવી સુંદરતા અને પાશ્ર્ચાત્ય દેશો જેવી ભવ્ય દરિયાઈ રમણીયતાને લીધે દેશી-વિદેશી પર્યટકોનું ખૂબ જ મનપસંદ સ્થળ છે. દરિયામાંથી ઉઠતી મંદ મંદ મુસ્કાતી લહેરો દરેક મુલાકાતીને કહે છે… Let’s go to Gods own country….!!!!!

‘મૌસમ પૂર બહાર છે ઉત્સવોની ભરમાર છે, કુદરતને માણી લેવાની આ તક બેમિસાલ છે. ક્યાંક ઉઠતા દરિયાના મોજે ભીની રેતમાં છીંપની મુસ્કાન છે, તો ક્યાંક નાળિયેરીથી લચી પડેલી ડાળ છે, આહલાદક મંદ મુસકાતી ચાંદનીથી વેરાતો પ્રકાશ છે, સ્વર્ગસમું આ સુખ માણવાને મનનો મોરલોય તૈયાર છે.’

મિત્રો, મૌસમ છે રૂડી ને રંગીલી…તેમાંય વળી જો દરિયા કિનારે એક સરસ મજાના સ્લિપીંગ બેડ સાથેે સન બાથ લેવાનું આવે અને થાકો એટલે બોટ-હાઉસમાં જઈને સી-બોટ-હાઉસની રિચનેસ માણવાની આવે તો કોને ન ગમે..! હા દોસ્તો, આ વાત છે કેરાલાના દરિયા કિનારાની અને કેરાલાના અન્ય ટુરિસ્ટ સ્પૉર્ટ્સની…!

તો ચાલો ચાલી નીકળીએ કેરાલાના વિવિધ ટુરિસ્ટ સ્પૉર્ટ્સની શબ્દ સફરે…શબ્દ હિલોળે ડોલતા ડોલતા મનથી તો એક વખત અહીંયા કેરાલાના નયનરમ્ય દ્રશ્યોની મનમોહકતાને માણીએ…!

કોવાલમ :- આમ તો ભારતમાં અનેકવિધ દરિયા કિનારાઓ તેમના દેશી-વિદેશી પર્યટકોને પોતાની સુંદરતાથી આકર્ષતા હોય છે. પરંતુ દક્ષિણ ભારતના કોવાલમના જુદા જુદા બીચ તેમની આગવી સુંદરતા અને પાશ્ર્ચાત્ય દેશો જેવી ભવ્ય દરિયાઈ રમણીયતાને લીધે વિદેશી પર્યટકોનું ખૂબ જ મનપસંદ સ્થળ છે. તેનું કારણ દરિયામાંથી ઉઠતી મંદ મંદ મુસ્કાતી લહેરો  વિદેશી સહેલાણીઓને ખૂબ જ આકર્ષણ જગાડે છે. એવા પ્રવાસન સ્થળોમાંનું એક અનેરું અને સૌથી પ્રાચીન સ્થાન છે  કોવાલમના જુદા જુદા બીચ. 1930માં તેની ખ્યાતિ ખૂબ હતી. પણ પછી સમય જતાં તેની ઓળખાણ લુપ્ત થવા પામી હતી. પરંતુ  70ના દાયકામાં કોવાલમમાં જ્યારે હીપ્પીઝ આવ્યા ત્યારબાદ તે ફરીથી લાઈમ લાઈટમાં આવ્યું.

આ સ્થળની લોકોમાં ખરી ઓળખાણ ત્રાવણકોરના મહારાણી સેથુ લક્ષ્મીબાઈએ બીચની નજીકના એક ઉંચા ખડક પર  તેમના માટે ‘કેસલ હૅયલકોન’ પેલેસ બંધાવ્યા પછી થઈ. તેના 17 કિ.મી. લાંબા દરિયા કિનારે ત્રણ મુખ્ય બીચની રમણીયતા પથરાયેલી છે. સૌથી સરસ બીચમાં ‘લાઈટ હાઉસ બીચ’ ની ગણના થાય છે.

કોચ્ચી :- કેરાલાના ટુરિસ્ટ સ્પૉટ્સમાંનું એક મહત્વનુ સ્થળ. આખાય કેરાલાના તમામ પર્યટનના સ્થળો અને હોટ સ્પૉટ્ સુધી પહોંચવાનું મધ્ય બિંદુ એટલે કોચ્ચી. આજ કારણે મોટાભાગના ટુર ઓર્ગેનાઈઝર્સ કેરાલાની તેમની ટુરની શરૂઆત કોચ્ચીથી કરે છે. અહીંના આકર્ષક અને મુલાકાત લેવા જેવા ઐતિહાસિક સ્થળોમાં કોચ્ચી ફોર્ટ અંગ્રેજ ઈતિહાસની સાથે ડચ અને પોર્ટુગિઝ કલ્ચરની અને આર્ટની યાદ અપાવનારું મુલાકાતીઓ માટેનું એક સુંદર સ્થળ છે. એર્નાકુલમનો જ એક ભાગ તરીકે ઓળખાય છે કોચ્ચી. એર્નાકુલમને ‘ક્વીન ઓફ અરેબિયન

સી’ તરીકેની ઓળખાણ પ્રાપ્ત છે. અહીં માત્ર બ્રિટિશરો જ નહીં પણ અરેબિયન અને ચાઈનીઝ લોકોએ પણ તેમના ભૂતકાળમાં આ સ્થળની મુલાકાત અને વસવાટની કલાત્મક ઓળખાણો મૂકી છે જે આજે સૌને આકર્ષક પર્યટન સ્થળ તરીકે આકર્ષવામાં સફળ થઈ છે. એ સિવાય અન્ય મુલાકાતના સ્થળોમાં જોઈએ કે જ્યાં ફોરેન ટુરિસ્ટ વધુ મુલાકાત લેવા આવતા હોય છે તેવા પ્લેસીસમાં ઈવશક્ષયતય ઋશતવશક્ષલ ગયતિં, ઉંયૂશતવ જુક્ષફલજ્ઞલીય, ઉીભિંવ ઈયળયયિિું, ખફિિંંફક્ષભવયિિુ ઙફહફભય જેવા કુદરતી રમણીયતાની સાથે ઐતિહાસિક યાદોને વાગોળનારા સ્થળોનો સમાવેશ થાય છે.

મુન્નાર :- દક્ષિણ ભારતના શ્રેષ્ઠ ટુરિસ્ટ પ્લેસમાંનું એક મુન્નાર પણ તેની આગવી ઓળખ સાથે લોકોના વિઝીંટીંગ સ્પૉટ્સમાં સ્થાન પામેલું જરા હટકે સ્થળ છે. અહીંની વિશેષતા એ છે કે અહીં લગભગ 80000 માઈલ જેટલા વિશાળ પર્વતીય વિસ્તારમાં વિસ્તરેલા ગ્રીન ટીના બગીચા છે. પર્વતીય વિસ્તારમાં સુંદર ચાના બગીચા સાથે કેટલીક ઉંડી ખીણોનો પણ સરસ નજારો જોવા મળે છે. તેની સાથે સાથે એડવૅન્ચર ટુરિઝમ માટે ત્યાં સરસ ધોધ (વૉટર ફૉલ્સ)ની

સાથે ચાના લાંબા લાંબા બગીચા સાથેના પર્વતો પર ચાલવાની મજા પણ કંઈક અનેરી છે. તેમાંય અહીંના મુલાકાત લેવા જેવા સ્થળો જોઈએ તો બ્લોઝમ પાર્ક, પોથામેડુ વ્યુ પોઈન્ટ, અટ્ટુકલ વૉટર ફૉલ્સ, કુંડલા લેક, ટાટા ટી મ્યુઝિયમ, માટુ પેટ્ટી ડેમ, એરાવિકુલમ નૅશનલ પાર્ક, મારાયુર ડોલમેન્સ, અન્નામુડી, ઈન્ડો-સ્વીસ ડેરી ફાર્મ, લોકહાર્ટ ગૅપ, છીયાપરા વૉટર ફોલ્સ, લાઈફ ઓફ પાઈ ચર્ચ, મેસાપુલ્લી માલા જેવા સ્થાનોનો સમાવેશ થાય છે.

બેકકલ :- કેરાલાના કાસારગૌડ જિલ્લામાં આવેલું બેક્કલ તેના દરિયા કિનારે આવેલા કિલ્લા માટે જાણીતું છે. દરિયા કિનારે આવેલા કિલ્લાઓમાં જેનું સૌથી સારું જતન કરવામાં આવેલું હોય તેવા કિલ્લાઓમાંનો એક કિલ્લો એટલે આ બેક્કલ કિલ્લો છે. તેની વિશેષતા એ છે કે અહીંયા ઘણાં બધા હિન્દી ચલચિત્રોનું શુટીંગ પણ કરવામાં આવ્યુું છે. ચાવીની અંદરના કાણા જેવી ડિઝાઈન સાથે ઉંચેથી દેખાતો આ કિલ્લો આજુબાજુ અરબી સમુદ્રની સુંદર રમણીયતા ધરાવે છે. સાથે સાથે તેના પ્રવેશદ્વારે સુંદર આંજનેય મંદિર સ્થિત છે.

ઍલેપ્પી બૅક વોટર્સ :- બૅક વોટર ટ્રીપ્સમા ઍલેપ્પી સૌથી શ્રેષ્ઠ સ્થળ ગણાય છે. એવું કહેવાય છે કે ધરતી પર બૅક વૉટર ટ્રીપ્સમાં આના જેટલું રમણીય કોઈ સ્થળ નથી.  ઍલેપ્પી  લૉર્ડ કર્ઝન દ્વારા ‘વૅનિસ ઓફ ધ ઈસ્ટ’ તરીકેના માનદ બિરુદથી ખ્યાતિ પામ્યું છે. અલેપ્પીની વિશિષ્ટતામાં જોઈએ તો અહીંયાના અન્ય ફરવાલાયક સ્થળો જેવા કે, ચૅટ્ટીકુલાંગરા ભગવતી મંદિર, આરહુંકલ ચર્ચ, ક્રિષ્ણાપુરમ પૅલેસ,પથીરમનલ મરઈ બીચ સાથે

અમ્બાલાઝાપ્પુઆનું ભગવાન શ્રી ક્રિષ્ણનું મંદિર એ અહીની મુલાકાતના આકર્ષણ કેન્દ્રો છે. પરંતુ આ બધી જ પ્રવાસન યાત્રાઓમાં સર્વશ્રેષ્ઠ તેવી કોઈ ચીજ હોય તો તે આ બેકવૉટર્સમાં ફરતી હાઉસ બોટ્સ છે. માત્ર કાશ્મીરના દલ લેકના શિકારાઓ જ નહીં, ઍલ્લેપ્પીની આ બોટહાઉસમાં રજાઓ

ગાળવા માટે પાણીમાં ફરતું રમણીય ઘર છે. જેમાં ન્યુલી મેરીડ કપલ્સ તેમની નવયૌવનની રસસભર લાગણીઓ સાથે સહજીવનની શરૂઆત કરવા દક્ષિણ ભારતના આ પ્રવાસન સ્થળને તેમની પસંદગીમાં અગ્રીમતા આપે છે.

ઠેકડી :- પૅરિયાર વાઈલ્ડ લાઈફ સેન્કચુરી એ અહીંની ખૂબજ વિશિષ્ટ પર્યટન પ્લેસ ગણાય છે. અહીંની એક અન્ય અતિ આકર્ષક જોવા જેવી રેસ કહી શકાય તો તે છે સ્નેક બોટ રેસ. થિરુવલ્લાની આ સ્નેકબોટ રેસ તેના આગવા આકર્ષણ સાથે અનેકવિધ પર્યટકોને અહીંયા ખેંચી લાવે છે. આ સેન્કચ્યુરીમાં જંગલી હાથી, વાઘ, સાબર, ગૌર અને જવલ્લે જ જોવા મળતાં સિંહ જેવી પૂંછ ધરાવતી વાનર પ્રજાતિ અહીંનું મુખ્ય આકર્ષણ છે. પેરિયાર સરોવરને કિનારે આવેલું આ સુંદર રમણીય અભયારણ્ય લગભગ 777 ચો.કિ.મી.માં ફેલાયેલું છે. જેમાંથી લગભગ 360 કિ.મી. જેટલો વિસ્તાર તો ખૂબ જ ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. તેમાંય અહીંના વિશાળ હાથી અને વાઘની એ આક્રમકતા શાંત થઈને

વનવાટે ફરતી તમને જોવા મળશે.

કોઝીકોડ:- કોઝીકોડ જેની ભૂતકાળમાં ઓળખાણ કૅલિકટ તરીકે થતી હતી. અંગ્રેજી શાસનમાં કૅલિકટ બંદર એ બ્રિટિશ સલ્તનતની ટ્રાન્સપોર્ટેશન સર્વિસિઝ માટે ખૂબ જ વિખ્યાત સ્થળ હતું. આજે કેલિકટ તેના ઐતિહાસિક વારસા સાથે, શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સાંસ્કૃતિક અને અન્ય પવિત્ર સ્થળોથી  કેરાલાના ટુરિસ્ટ સ્પૉર્ટ્સમાં તેની એક આગવી ઓળખાણ પ્રસ્થાપિત કરી ચૂકયું છે. એવું કહેવાય છે કે વાસ્કો-દિ-ગામા તેના વેપાર-વ્યવસાયની શોધમાં નીકળ્યો હતો તે દરમ્યાન તેણે કૅલિકટ બંદરની પ્રથમ મુલાકાત લીધી હતી. ત્યારબાદ અન્ય વિદેશીઓએ આ સ્થળને તેમના નિયમિત આવન-જાવન સાથે બિઝનેસ હબ બનાવી દીધું હતું. આજે કેલિકટ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજિ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ જેવી ખ્યાતનામ શિક્ષણ સંસ્થાઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓથી વિશ્ર્વભરમાં જાણીતું બન્યું છે.

થ્રિસુર :- મૂળ નામ ‘થિરુસિવાપેરુર’ તરીકે ઓળખાતું થ્રિસુર કેરાલાના સાંસ્કૃતિક પાટનગર તરીકેની તેની જુદી જ ઓળખાણ ધરાવે છે. તેના સંસ્કૃતિ, કલા અને અધ્યાત્મનો ઐતિહાસિક વારસો આજે પણ રેકર્ડઝરૂપે જાળવવામાં આવેલો છે. આ શહેરની વિશિષ્ટતા એ છે કે, અહીંયા દર વર્ષે સૌથી વધુ સોનાનો વેપાર થતો હોવાથી આ શહેરને ‘ગોલ્ડન કેપિટલ ઑફ કેરાલા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેરાલામાં અન્ય જિલ્લાઓની તુલનામાં વ્યવસાય ક્ષેત્રે પ્રતિવર્ષ ઉત્તરોત્તર પ્રગતિ કરતા જિલ્લામાં થ્રિસૂરનું નામ સૌથી આગળ છે. હોય..જ…ને…! જ્યાં સોનાનો ઝળહળાહટ હોય ત્યાં વળી કોઈ ફૂલગુલાબી તેજીની ઠંડક ના માણતું હોય એવું બને…!!

તો મિત્રો, હવે રાહ શેની જોવાની….! આવી ગઈ છે ધગધગતા લાવા જેવી અંગ દઝાડતી ગરમીની મૌસમ અને એ સાથે જ ઉનાળુ વેકેશનની સિઝન….કેરાલાની આ શબ્દ સફર આ વખતની તમારી પ્રવાસની દિશાને કેરાલાના બોટ હાઉસ અને ચાના બગીચાઓની કડક-મીઠી મ્હેકને માણવા તરફ વાળી દો…અને સ્વર્ગની આહલાદકતા અને મદમસ્ત મૌસમની મસ્તી કેરાલાના આ નૈસર્ગિક વાતાવરણ સાથે માણવા તૈયાર થઈ જાઓ…દરિયા કિનારે લીલી નારિયેળીના મીઠા પાણી સાથે બોટ હાઉસની મજા માણવા માટે.

A Soothing Experience……..

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો