મે મહિનાનું રાશિ પ્રમાણે ફળકથન – બેજન દારૂવાલા

મે મહિનાનું રાશિ પ્રમાણે ફળકથન – બેજન દારૂવાલા

- in Astrology, Bejan Daruwala
2318
Comments Off on મે મહિનાનું રાશિ પ્રમાણે ફળકથન – બેજન દારૂવાલા
ફળકથન

બેજન દારુવાલા

 

મેષ

સૂર્ય રાશિ બદલીને વૃષભમાં જશે અને મંગળ સાથે યુતિ કરશે. આર્થિક પ્રશ્ર્નોમાં વધુ કપરી સ્થિતિ આવી શકે છે. વિદ્યાર્થીજાતકોને હવે બૌદ્ધિકતા સારી રહેવાથી દરેક વિષયોને સારી રીતે સમજી શકશો.  સ્પોર્ટ્સમાં સંકળાયેલા જાતકોનું પર્ફોર્મન્સ બહેતર થશે.

 

વૃષભ

સૂર્ય રાશિ બદલીને વૃષભમાં જશે અને મંગળ સાથે યુતિ કરશે. આ સમયમાં તમારી બચત ખર્ચાઇ જવાની સંભાવના રહેશે. અંતિમ સપ્તાહમાં મંગળ તમારા પરાક્રમ ભાવમાં આવશે જે નવા સાહસો કરવા માટે પ્રેરિત કરશે.

 

મિથુન

શરૂઆતનો સમય થોડો સાચવવા જેવો છે. કારણ કે, તમારામાં ગુસ્સા અને ઉતાવળનું પ્રમાણ વધારે રહેશે. પ્રોફેશનલ મોરચે નિર્ણય લેવામાં ખૂબ જ સાવધાની રાખવી. જો કે, સપ્તાહમાં મંગળને તમારા લગ્ન સ્થાનમાં આવવાથી નવી શક્તિ આવશે.

 

કર્ક

આ સમયમાં કોઇ લાભદાયી કામની શરૂઆત થશે. જન્મભૂમિથી દૂર કે વિદેશમાં તમારા સંપર્કો વધુ મજબૂત બનશે. કામકાજમાં ફેરફાર થાય. નવી દિશામાં તમે આગળ વધો તેવી સંભાવના છે. લગ્નોત્સુક જાતકોને તા. ૧૭ પછી યોગ્ય પાત્ર સાથે મુલાકાતની સંભાવના છે.

 

સિંહ

નાની મુસાફરીની સંભાવના રહે. શરૂઆતમાં છાતીમાં કોઇ પીડા થઇ શકે છે. આ પખવાડિયામાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મેળાપના પ્રસંગો ઊભા થાય. સામાજિક રીતે આપ વધુ સક્રિય બનો. પાચનશક્તિમાં તકલીફ થાય જેના કારણે બીમાર થવાની શક્યતા.

 

કન્યા

તમારામાં વિજાતીય આકર્ષણ વધુ રહે. શરૂઆતના સમયમાં જીવનસાથી જોડે ઉત્તમ પળો માણી શકશો. હાલમાં ધંધાકીય ખર્ચ વધુ રહેશે. ઉચ્ચ અભ્યાસ કરતા જાતકો

વધુ ને વધુ ઊંડો અભ્યાસ કરી શકશે. પરદેશ જવા ઇચ્છુક વ્યક્તિ માટે સારો સમય કહેવાય.

 

તુલા

શરૂઆતના ચરણમાં  વડીલો સંબંધિત ચિંતા અને સમસ્યા વધી શકે છે. મશીનરી, ઓજારો, વાહન અકસ્માતથી સંભાળવું. પિતાજીને લગતી બાબતોમાં વ્યસ્તતા આવી જાય. પખવાડિયાના અંતિમ દિવસોમાં સંધિવાની ફરિયાદ થવાની સંભાવના છે.

 

વૃશ્ર્ચિક

કમ્યુનિકેશન સંબંધિત ક્ષેત્રમાં નોકરી કે છૂટક કામ કરતાં જાતકો સારી પ્રગતિ કરી શકશો. હાલમાં તમે સેલ્સ અને માર્કેટિંગમાં પણ ટાર્ગેટ હાંસલ કરી શકશો. પ્રેમની અભિવ્યક્તિ માટે પખવાડિયાના ઉત્તરાર્ધનો સમય બહેતર રહેશે.

 

ધન

હવે તમારી વાણીમાં મીઠાશ તેમજ નરમાશ વધે. કુટુંબમાં ધાર્મિક તેમજ સારા કાર્યનો યોગ બને. સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી પડશે. ઋતુજન્ય બીમારી અને ફૂડ પોઇઝનિંગની શક્યતા છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારાં પરિણામોની સંભાવના.

 

મકર

બિઝનેસ માટે કોઇપણ નવા કામકાજની શરૂઆત ન કરવી. સૂર્ય-મંગળના અંગારક યોગના કારણે અત્યારે પેટના રોગોની સમસ્યા વધી શકે એમ છે. બહારની ચીજો ખાવાનું ખાસ ટાળજો. અત્યારે તમારે વાણી અને વર્તન બંનેમાં સંયમ રાખવો.

 

કુંભ

બિઝનેસમાં કોઇ સોદા મળે, જેના કારણે આપને આર્થિક લાભ થાય. કોઇ સરકારી કે રાજકીય વ્યક્તિ સાથે મળવાનું થાય. આ સમયમાં જમીન-મિલકતને લગતા અનેક પ્રશ્ર્નો ઉદ્ભવે. યાત્રા-પ્રવાસમાં મુશ્કેલી આવે. વૈવાહિક સુખમાં અવરોધ ઊભા થાય.

 

મીન

સૂર્ય આપની રાશિથી ત્રીજા ભાવમાં ભ્રમણ કરશે, જે આપને શુભ ફળ આપશે. આપને રોગોમાંથી મુક્તિ મળે. સુખ-શાંતિનો અનુભવ થાય. નામાંકિત વ્યક્તિઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાતના યોગ બને. પુત્રો અને મિત્રો દ્વારા ધનલાભ થાય.

 

શું તમે ઠાઠમાઠથી લગ્ન કરી શકશો? જાણો

કુંડળીના આધારે…

– ધર્મેશ જોષી, ધ ગણેશાસ્પીક્સ ટીમ

કોઇપણ વ્યક્તિના જીવનમાં લગ્ન એક અવિસ્મરણીય ક્ષણ હોવાથી તેને કંઇક વિશેષ રીતે સ્મૃતિના કરંડિયામાં સજાવવાની તેમને ઇચ્છા હોય છે. આ કારણે જ સામાન્ય વ્યક્તિ પણ પોતાના લગ્ન કે પોતાના સંતાનના લગ્ન ખૂબ જ ઠાઠમાઠ સાથે કરવા માગે છે અને તેમાં જીવનભરની કમાણી પણ ખર્ચવામાં પાછા પડતા નથી. જો કે, કેટલાક સંજોગો જ એવા બની જાય કે વૈભવી લગ્નની તૈયારી કર્યા પછી છેલ્લી ઘડીએ કંઇક એવું બની જાય કે લગ્ન સાદાઇથી જ કરવા પડે છે. પરંતુ શું કોઇ અગમની આ વાતોને અગાઉથી જાણી શકે છે કે તેઓ કેવી રીતે લગ્ન કરી શકે? કુંડળીના અભ્યાસથી આ પણ શક્ય છે.

જ્યોતિશાસ્ત્ર અનુસાર જાતકની જન્મકુંડળીમાં સાતમું સ્થાન દામ્પત્ય જીવનુ સ્થાન છે. સાતમા સ્થાન પરથી પતિ કેવો મળશે તેનો નિર્દેશ કરે છે. જન્મકુંડળીમાં આઠમા સ્થાન પરથી એટલે કે સાતમા સ્થાનથી ગણવામાં આવે તો બીજા સ્થાન પરથી શ્ર્વસુરપક્ષ આર્થિક મોરચે સંપ્ન્ન કે મધ્યમ મળશે તેનો અંદાજ લગાવી શકાય છે. તે પ્રમાણે જ સપ્તમેશથી બારમે અને લગ્નથી બારમા સ્થાન પરથી લગ્ન વખતે કેવો અને કેટલો ખર્ચ કરી શકાય તેનો નિર્દેશ કરે છે. સૂર્ય-ચંદ્ર-બુધ-ગુરુ-મંગળ અને શુક્ર શાહીઠાઠથી મોભા પ્રમાણે લગ્ન કરાવે છે. પછી ભલે લગ્ન વખતે દેવું થાય. જ્યારે શનિ અને રાહુ મોભાથી વિપરીત અને સાદાઇથી લગ્ન કરવા સંજોગો ઊભા કરે છે. ધામધૂમથી લગ્ન કરાવનાર ગ્રહોમાં સપ્તમેશ શુભસ્થાનમાં, કારક સાથે, શુભગ્રહોના સંબંધમાં, મૂળ ત્રિકોણના માલિક સાથે કે નક્ષત્રમાં તેમજ સૂર્ય અને ગુરુની સ્થિતિ બળવાન હોય અને શુભગ્રહની મહાદશા કે અંતરદશા ચાલતી હોય ત્યારે ગરીબ વ્યક્તિના લગ્ન પણ કરોડપતિની જેમ ધામધૂમથી થાય છે.

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો