મેનોપોઝ અને ત્વચામાં પરિવર્તન

મેનોપોઝ અને ત્વચામાં પરિવર્તન

- in Special Article
2190
Comments Off on મેનોપોઝ અને ત્વચામાં પરિવર્તન
Menopause and skin changes

મેનોપોઝ (માસિક ધર્મ) શું છે ?

* માસિક ધર્મનું મંદ થવું * સ્ત્રીના જીવનનો એવો સમય જેમાં માસિક ધર્મ ધીમે ધીમે શિથિલ થઈ બંધ થઈ જાય છે.( 45 થી 50 વર્ષની સ્ત્રીઓ વચ્ચે)*મેનોપોઝ એ ઊંમરનો એક નિયમિત ક્રમ ગણવામાં આવે છે જે 40 વર્ષ પછી શરૂ થાય છે. પણ કેટલીક સ્ત્રીઓ સમય પહેલા પણ મેનોપોઝમાં આવી જાય છે જેની પાછળ ગર્ભાશયની સર્જરી કે પછી અંડાશમાં જખમ થવાથી અથવા કેમોથેરાપીના કારણે પણ આવું થવાનો સંભવ રહેલો છે. * 40 વર્ષની વય પહેલા કોઈ કારણ વગર થાય તો તેને પ્રિ મેચ્યોર્ડ મેનોપોઝ કહેવામાં આવે છે. * મેનોપોઝથી તમારી ત્વચામાં અનેક પરિવર્તનો આવે છે. * મેનોપોઝ માત્ર શરીરના અંદરના ભાગને જ અસર નથી કરતું પણ તે શરીરની બાહ્ય ત્વચાને પણ અસર કરે છે.

મેનોપોઝને ત્વચા સાથે શો સંબંધ છે?

* ઘણો જ! મેનોપોઝ દરમ્યાન કે મેનોપોઝ પછી જે હોર્મોનલ ચેન્જીસ આવે છે તેને કારણે શરીરની ત્વચામાં કેટલાય નવા પરિવર્તન આવે છે.

ત્વચામાં આવતા પાયાના પરિવર્તનો :-

* કોલાજનમાં વધું પડતો ઘટાડો થવાથી-ત્વચાના આધારભૂત પરિબળોમાં ઘટાડો થાય છે.

* ગ્લાયકોસેમિનોજ્લિક્ધસ(જીએજી) કે જેનાથી ત્વચામાં ‘તરવરાટ’ વર્તાય છે તેમાં ઘટાડો થવાથી.*ત્વચાની જાડાઈમાં ઘટાડો. *ત્વચાની સ્થિતિસ્થાપકતામાં ઘટાડો. * ખામીયુક્ત હીલીંગ, * સ્કાલ્પના વાળમાં વધારો થવો. * ત્વચાની મજબૂતીમાં ઘટાડો.

ત્વચા બે જુદા જુદા પ્રકારોમાં વહેંચી શકાય છે…

ઈન્ટ્રીસિન્ક અને એક્સ્ટ્રીસિન્ક- ઈન્ટ્રીસિન્ક:-    જેમાં તમારા જિનેટક પરિવર્તનો તમારી વધતી ઊંમર સાથે સંબંધિત હોય છે.

એક્સિટ્રિન્સિક :- જેમાં કુદરતી વાતાવરણના પરિબળો વધુ જવાબદાર હોય છે જેમકે સ્મોકિંગ, સૂર્યકિરણોમાં(તાપમાં) વધારે રહેવું અને રોજીંદી શારીરિક મુવમેન્ટ્સ. સદનસીબ આ ફૅક્ટર્સ પર તમે અંકુશ રાખી શકો છે.

ત્વચાને ચમકદાર બનાવો…

* તમારો આત્મવિશ્ર્વાસ અને સમજદારી એ વધતી ઉંમર સાથે વધતી જાય છે, પણ તમારા શરીરના હોર્મોન્સના કિસ્સામાં આવું બને જ એવું નથી. મેનોપોઝ દરમ્યાન કેટલાક ઓછી ગુણવત્તાવાળા એસ્ટ્રોજનની તમારી ત્વચા પર વિપરિત અસર પડે છે. * તમારા શરીરમાં કોલાજન નામનું દ્રવ્ય બનવાનું ઓછું થાય છે. તેમાં ત્વચાની નીચે રહેલી જરૂરી ચરબી ઓછી થાય છે અને ત્વચાની સૌમ્યતા નાશ પામે છે. * ત્વચામાં સૂકાપણા સાથે હોર્મોનલ ચેન્જીસને કારણે ગળાની ફરતે, કંઠ ફરતે અને ગાલ પર શિથિલતા આવી જાય છે.

ત્વચાને સ્વચ્છ રાખવી :-

* ઊંમર વધવાની સાથે ક્લિનસિંગ એ સ્કીન કેર માટે ખૂબ જ જરૂરી છે. તમે જેમ જેમ ઊંમરવાળા થાવ છો તમારી ત્વચામાં રુક્ષતા આવતી જાય છે, તમારી ત્વચાને કેટલાક વધારાના મોઈશ્ર્ચરને કારણે ફાયદો થઈ શકે છે. * સૂકી ત્વચા માટે ક્લિન્સરનો ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી છે. તેના માટે ક્રિમી ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો જરૂરી છે જેમાં ફોમ અને જૅલ ક્લિન્સરની જગ્યાએ હાયડ્રેટ્સનો વધુ ઉપયોગ થાય છે જે મોઈશ્ર્ચરને ઘટાડી શકે છે. * મેનોપોઝ પછી તમારી ત્વચા સૂકી થઈ જાય છે અને શરીરની ત્વચાના તૈલી તત્વો નિષ્ક્રીય થઈ જાય છે. ત્વચાને સારી ગુણવત્તાના ક્રીમથી ભીનાશ આપો.

હીટ ધ સ્પૉટ્સ :-

* મેનોપોઝ પછી ઉંમરની ચાડી ખાતા ચહેરા પરના, હાથપરના, અને છાતી પરના ડાઘ વધારે સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમને સનસ્ક્રીન લોશનના ઉપયોગથી ઓછા કરવા માટે પ્રયત્ન કરો.

એન્ટિઑક્સિડન્ટ્સ વધું પ્રમાણમાં લો :-

* કોલાજનથી તમારી ત્વચાને યૌવન મળે છે અને તમારી ત્વચા વધુ ટાઈટ રાખે છે.  તમારું એસ્ટ્રોજન લેવલ જેમ જેમ ડ્રોપ થાય છે, તેમ તમારા શરીરમાંનું કોલાજન પણ ડ્રોપ થાય છે.

* એન્ટિઑક્સિડન્ટવાળા ફૂડ લેવાથી તમારી ત્વચા અંદર અને બહારથી વધુ મજબૂત બને છે. વધું ઘેરા રંગવાળા ફ્રૂટ્સ અને શાકભાજીખાવાના રાખો.

બલ્ક અપ ઓન બ્યૂટી સ્લીપ :-

પૂરતી ઉંઘ લેવાથી તમારી ત્વચા તાજગી અનુભવે છે. પૂરતી ઊંઘને કારણે આંખોની આજુબાજુના કાળા કુંડાળા પણ ઓછા થાય છે. તેનાથી તમારા પૂરા શરીરને પૂરતો આરામ પણ મળે છે અને નવી ઉર્જા શરીરમાં જોવા મળે છે.

લુક ફોર બેલેન્સ :-

તણાવને લીધે તમારી ત્વચા રુક્ષ અથવા સૂકી થવાનો સંભવ રહેલો છે અને તેની સાથે વધું નાજુક પણ થઈ શકે છે. તેના લીધે સોરાયસીસ જેવી તકલીફો થવાનો પણ સંભવ રહે છે. જો તમે તાણમાંથી બહાર નીકળી ગયા હો તો તમે તમારી રુટિન સ્કીન કેર કરવાનું કદાચ છોડી પણ દો. આ માટે યોગા, ધ્યાન અને અન્ય તણાવમાંથી મુક્ત કરનારી તકનીક અપનાવો.

વર્ક ઈટ આઉટ :-

કસરતથી માત્ર તમારા સ્નાયુઓ જ મજબૂત નથી બનતા પણ અનેક ફાયદાઓ પણ થાય છે. તેનાથી ત્વચાને બે પ્રકારના ફાયદાઓ થાય છે. પ્રથમ તો એ તણાવ હળવો કરવામાં મદદરૂપ થાય છે. અને બીજું એટલે કસરતને કારણે સર્ક્યુલેશન(લોહીનું) પણ વધે છે જે ઊંમર વધવાની સાથે ધીમું પડે છે. વધારાનો ઓક્સિજન અને લોહીનું પરિભ્રમણ તમારી ત્વચાને તેજસ્વી અને તંદુરસ્ત બનાવવામાં મદદરૂપ બને છે.

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો