વર્ષાઋતુ : આરોગ્ય અને આધ્યાત્મિક જ્ઞાન કમાવાની મોસમ

વર્ષાઋતુ : આરોગ્ય અને આધ્યાત્મિક જ્ઞાન કમાવાની મોસમ

- in Feature Article
528
Comments Off on વર્ષાઋતુ : આરોગ્ય અને આધ્યાત્મિક જ્ઞાન કમાવાની મોસમ
વર્ષાઋતુ

– કાન્તિ ભટ્ટ

હંમેશાં આરોગ્યની વાંછના કરો. સારી તંદુરસ્તી ઇશ્ર્વર જ આપી શકે. ગમે તેટલું મથે પણ માનવી ખરી તંદુરસ્તી ખરીદી શકતો નથી. ‘લાઇફ ઇઝ નોટ લિવિંગ, બટ લિવિંગ ઇન હેલ્થ ઇઝ લાઇફ’ સંપૂર્ણ તંદુરસ્તીમાં રહેવું તે જ આરોગ્યમય જિંદગી છે.

લગભગ ૯૦ વર્ષ પહેલાં ભારતના આયુર્વેદ અને આધ્યાત્મમાં શ્રદ્ધા રાખનારા સાહિત્યકાર જી.કે.ચેસ્ટરટને કહેલું ‘માણસનું પાચન અને પાચનશક્તિ તેના આરોગ્ય માટે છે.  જિંદગીને નિરૂપદ્રવી રીતે જીવવાની છે અને આરોગ્ય વગરની જિંદગી જીવીને શું કરશો? જિંદગી તંદુરસ્ત હશે તો જ તમને પ્રેમ થશે. સંગીત તરફ પ્રેમ થશે. બલકે, તમે વધુ પ્રેમાળ બનશો.’ ટૂંકમાં તેનું કહેવું હતું કે, પ્રેમાળ થવું છે? તો તંદુરસ્ત થાઓ. ડો. એન્દ્રે ગીદે નામના અસ્તિત્વવાદી ફિલસૂફે કહેલું કે, ‘માનવીની બીમારી તેને અમુક સત્યથી દૂર રાખે છે તમારે સત્યને જાણવું હોય તો તંદુરસ્ત થાઓ. સાદો ખોરાક ખાઓ.’ છેક ૮૬ની સાલમાં જ માર્શલ નામના ડોક્ટરે કહેલું કે, ‘લાઇફ ઇઝ નોટ લિવિંગ, બટ લિવિંગ ઇન હેલ્થ ઇઝ લાઇફ’ સંપૂર્ણ તંદુરસ્તીમાં રહેવું તે જ આરોગ્યમય જિંદગી છે. મને ડો. ઇશાક વોલ્ટનની આ જૂની વાત (૧૬૩૩) બહુ જ ચોટદાર લાગી છે. સારી અને સંપૂર્ણ તંદુરસ્તી માટે ઇશ્ર્વરનો આભાર માનો. તેના શબ્દો સાંભળો :-

‘લૂક ટુ યોર હેલ્થ એન્ડ ઇફ યુ હેવ ગોટ કમ્પલીટ હેલ્થ, યુ હેવ ટુ પ્રેઇઝ ગોડ એન્ડ થેંક ટુ ગોડ.’

હંમેશાં આરોગ્યની વાંછના કરો. સારી તંદુરસ્તી ઇશ્ર્વર જ આપી શકે. ગમે તેટલું મથે પણ માનવી ખરી તંદુરસ્તી ખરીદી શકતો નથી. ફરી ફરી કહું છું કે, ઇશ્ર્વરની કૃપા હશે તો જ તમને તંદુરસ્તી મળશે.

આ ૨૧મી સદીમાં તમે શહેરમાં રહો છો. બગડેલા પર્યાવરણ, મોટર વાહનોથી ગીચ રસ્તા અને એ બધાથી તમારો શ્ર્વાસ બગડે છે. આ સામયિકના વિદ્વાન વાચકો યાદ રાખે કે

ડો.જેમ્સ બાલ્ડવીનના શબ્દોમાં આપણે આજે જે માનસિક કે શારીરિક કે આધ્યાત્મિક સ્થિતિમાં છીએ તેનાથી ઊંચે જવાનું છે. (Something higher than natural state) ટૂંકમાં તમે અત્યારે જે માત્ર શારીરિક સ્થિતિમાં છો તેને બદલે આધ્યાત્મિક ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશવાનું છે. માત્ર શારીરિક સ્થિતિમાં સબડવાનું નથી. પુરી-પકોડી,  ભેળપુરી અને બીજી સ્વાદિષ્ટ રેકડીના નાસ્તા કરીને જીભને સંતોષી પેટને બગાડવાનું નથી પણ આત્માને સંતોષવાનો છે. તે માટે સાત્વિક આહાર લેવો પડશે. એમ કરીને તમારી સ્પિરિચ્યુઆલિટીનું કદ ઊંચું લાવવાનું છે.

વિકટર હ્યુગો જેવા વાસ્તવવાદી ફિલોસોફરે કહેલું કે, આ સમુદ્ર કરતાં પણ એક અતિ ભવ્ય અને વિરાટ (લિમિટલેસ) ઇશ્ર્વરી તત્ત્વ છે. તેનું નામ આકાશ છે. અને એ આકાશ કરતાં પણ ભવ્ય એક ચીજ છે અને તે માનવીનો આત્મા. માનવી-પોતે! અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલીન ડી. રૂઝવેલ્ટ શું કામ ખૂબ જ લોકપ્રિય હતા? પ્રમુખ રૂઝવેલ્ટને હંમેશાં શ્રદ્ધા હતી કે માનવીની ફિઝિકલ સ્ટ્રેન્થ જ પર્યાપ્ત નથી. શારીરિક બળ જ અંતિમ બળ નથી, તેનાથી પણ ઊંચું બળ છે. ફિઝિકલ સ્ટ્રેન્થ કેન નેવર પરમેનન્ટલી વિથ સ્ટેન્ડ ધ ઇમ્પેક્ટ ઓફ સ્પિરિચ્યુઅલ ફોર્સ. માનવીના આધ્યાત્મિક બળ સામે માત્ર શારીરિક બળ નકામું છે. આ પ્રમુખ ઘણી વખત દિવસોના દિવસો સુધી પ્રમુખપદની કચેરીએ ગયા વગર તેમનું પ્રભુત્વ ફેલાવતા. મારી પોતાની જિંદગીમાં હું માનું છું કે, આપણી આ શારીરિક શક્તિ ઉપરાંત એક છૂપી શક્તિ છે અને તે શક્તિ જ આપણને જીવાડે છે.

લોર્ડ જ્યોર્જ સન્તાયન અને ડો. મોરીસ વેલેન્રીના આ પરમેનન્ટ સત્ય જેવા ઉદ્ગારો નોંધી રાખવા જોઇએ. હું એમની વાતમાં શ્રદ્ધા ધરાવું છું કે માનવીનો આત્મા આખરે બ્યૂટી ઝંખે છે. સુંદરમાં સુંદર આત્મા ઝંખે છે. તે જે લેવલ ઉપર છે તેનાથી ઊંચે લેવલે જવા માગે છે. ટ્રાન્સેડેન્ટલ થવા માગે છે. એક ઊંચાઇથી બીજી નવી ઊંચાઇએ જવા માગે છે. આમ કરવા માટે માત્ર શ્રેષ્ઠ માર્ગો હિન્દુસ્તાનમાં દરેક ધર્મોમાં છે. ખાસ કરીને જૈન ધર્મમાં અને હિન્દુ ધર્મમાં છે. બીજા ધર્મો શીખ વગેરે ધર્મોમાં છે પણ, આપણે જોઇએ છીએ કે જૈન ધર્મમાં અને હિન્દુ ધર્મમાં વરસાદની મોસમમાં બંને ધર્મવાળા મહત્તમ ઉપવાસ કરે છે!

હું મહુવા (તલગારજડા – મોરારિ બાપુના ગામ પાસે) ભણતો હતો ત્યારે આખું મહુવા ગામ શ્રાવણીયા સોમવારના એકટાણા કે ઉપવાસ કરતું. મોટાભાગની બહેનો હવેલી અને દેરાસરમાં નિયમિત દર્શન અને ભજન-કીર્તન માટે જતી. મારું ઝાંઝમેર ગામ માત્ર ૮૦૦ની વસ્તીવાળું હતું. તેમાં માત્ર સાત જૈન કુટુંબો હતા. પણ આ બધા જૈનોએ એક ભવ્ય જૈન મંદિર બનાવ્યું હતું. આ જૈન મંદિરમાં ઘણા હિન્દુ પણ જતા. વળી વર્ષાની મોસમમાં જ ચાતુર્માસ આવે છે તેનું કારણ એ છે કે ચોમાસામાં પાચનશક્તિ મંદ થાય છે અને આપણી હોજરી હળવો ખોરાક માગે છે. પણ હું મુંબઇમાં જોઉં છું કે વર્ષાઋતુમાં જ મારા ૭૦૩ ક્ષિતિજના ફ્લેટ પાસે એક મીઠાઇ-ફરસાણની દુકાન છે. પણ કમાવા માટે એ ફરસાણની દુકાનવાળાએ પુરી-પકોડી અને ભેળપુરીનો સ્ટોર રાખ્યો છે એટલે મીઠાઇની દુકાનમાં ઘરાકી ઓછી છે. તેના કરતાં પુરી-પકોડી અને ભેળપુરી ખાનારાની ગિરદી સ્ટોલ પર વધુ હોય છે. પછી એ જ લોકો અઠવાડિયા-દસ દિવસમાં ડોક્ટરના દવાખાને પણ ‘ગિરદી’ કરે છે. આવું ન થાય તે માટે જ ચાતુર્માસ પાળવાનો નિયમ હિન્દુઓ અને જૈનો રાખે છે અને જનરલી તે તંદુરસ્ત રહે છે.

ખરી રીતે મેહુલો એટલે કે વર્ષાઋતુમાં તેની મોજ માણવા અને તેને લગતા ગીત ગાવા માટે   સ્વાસ્થ્ય તંદુરસ્ત અને શરીર ચોખ્ખું રાખવું જોઇએ. ચાતુર્માસના ઉપવાસ, વ્રતો અને નિયમો પાળવા જોઇએ. સૌપ્રથમ તો ઉપવાસ-વ્રતથી સ્વાસ્થ્ય સારું રહે છે. પણ આધ્યાત્મિક જીવન કે મૌન કે ધાર્મિક જીવન તો સહજ થઇ જાય છે!

ખરેખર નવી પેઢીના લોકોને ‘ચાતુર્માસ’ શું છે તે જણાવવું જોઇએ. તેનો વિશાળ અર્થ છે :

૧) ચોમાસાના ચાર મહિના એક ટાણા જે જમે છે તે ચાતુર્માસ કરનારો બ્રાહ્મણ કે જૈન કે જૈનેતર હોય છે.

૨) અષાઢ સુદી-૧૧થી કારતક સુદી-૧૧ સુધીનો સમય. તે દેવપોઢીથી દેવઊઠી એકાદશી સુધી હોય છે. સંતો, સાધુઓ (જૈનો સહિત) આ ચાર માસ સ્થળાંતર કરતા નથી. જૈન સાધુ માટે તો એક સ્થળે રહેવાનું ધાર્મિક ફરમાન છે.

૩) ચાર મહિના દરમિયાન બ્રહ્મચર્ય પાળનારા ઘણા બ્રાહ્મણો અને (સાધુ) ઉપરાંત જૈનો હોય છે. આ બ્રહ્મચર્યના વ્રત સમયને ચાતુર્માસિક કહે છે.

૪)  હિન્દુઓ ચાતુમાર્સિક યજ્ઞ પણ કરે છે.

પ) વર્ષાકાળમાં જે અમુક શ્રદ્ધાળુ લોકો વ્રત કરે છે તે પછી પૂર્ણાહુતિમાં યજ્ઞ પણ કરે છે.

૬) ચાતુર્માસ વર્ષાકાળમાં જ એટલે આવે છે કે તે ઋતુ તહેવારોની ઋતુ છે તેથી આધ્યાત્મિક દૃષ્ટિએ પાળવાનું ધાર્મિક

લાગે છે.

૭) જૂના સમયમાં ભગવદ ગોમંડળના પાના ૭૯ર૭ પર લખ્યું છે કે ત્યારના રાજાઓ વરસાદ લાવવા માટે ઇંદ્ર મહોત્સવ ઉજવતા હતા.

૮) મોરબપૈયા નામના મધુર સ્વર પક્ષી અંગે લખ્યું છે કે, આ પક્ષીઓના મધુર સ્વરથી વર્ષા ગીતોના નાદ આત્માને જાગૃત કરનારા હોય તે ગવાય છે અને તેથી જ ‘ઝીણા ઝરમર વરસે મેહ…’ જેવા કે બીજા લોકગીતો ખેડૂતો ગાતા હતા.

૯) એક પ્રેમિકાએ તેના પ્રેમીને કહેલું કે, જ્યારે દુનિયા તને ‘રૂઠેલો’ કે ‘પાગલ’ કે ‘ધૂનકી વાળો’ કહે છે ત્યારે જ તું મને વધુ વહાલો લાગે છે ને ગમે છે! જો કે અમુક યુવતીને ડાહ્યા-ડમરા યુવકો ગમતા નથી. જ્યારે કોઇ યુવાન કે યુવતી તમારી સાથે કે સમાજ સાથે થોડા ‘રૂઠેલો’ કે ‘અવળચંડો’ રહે ત્યારે સમજવું કે તે વ્યક્તિમાં કંઇક સ્ટફ છે. આપણા સંતાનને ડાહ્યા ડમરા બનાવવાને બદલે તેમને ધૂનકીવાળા કે લગનીવાળા બનાવવા જોઇએ. માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ પેશનવાળા માણસ હતા. ઇન્ફોટેકના જ્ઞાનની પાછળ પડવા તેણે કોલેજ અડધેથી છોડી દીધેલી.

Facebook Comments

You may also like

ફીલિંગ્સ ‘હટ કે’ પિકચર્સ ગેલેરી

– વિજય રોહિત સંબંધોની પરાકાષ્ઠા : આ બિલ્ડરની