આહાર માં ફેરફાર હૃદયરોગ માં રાખે ફિટ

આહાર માં ફેરફાર હૃદયરોગ માં રાખે ફિટ

- in Health is Wealth
4859
Comments Off on આહાર માં ફેરફાર હૃદયરોગ માં રાખે ફિટ
આહાર માં ફેરફાર હૃદયરોગ માં રાખે ફિટ

– ડૉ. પૂર્વી જોષીપુરા, ન્યુટ્રીશનિસ્ટ

આજની ઝડપી અને તણાવયુક્ત જીવનશૈલીમાં આપણે વારંવાર એવું સાંભળીએ છીએ કે નાની ઉંમરમાં હૃદયરોગનો એટલે કે હાર્ટ એટેકનો હુમલો આવ્યો. પરંતુ તાત્કાલિક સારવાર મળવાને કારણે બચી ગયા છે. પહેલાં તો આપણા મનમાં પ્રશ્ર્ન થાય કે હૃદયરોગ શા માટે આવે અને થવાનું કારણ શું? હૃદયરોગ અને કોલેસ્ટ્રોલને સંબંધ હોવાથી લોહીમાં કોલેસ્ટ્રોલના પ્રમાણનું નિયમન કરવું જોઇએ. ખાસ કરીને મેદસ્વી વ્યક્તિમાં કોલેસ્ટ્રોલના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર લીવર છે. જ્યારે લીવરમાં વધુ પ્રમાણમાં કોલેસ્ટ્રોલ બને છે ત્યારે લોહીમાં તેનું પ્રમાણ વધે છે અને પેશીઓમાં અને નસમાં કેલ્શિયમના ક્ષારો સાથે કોલેસ્ટ્રોલના થર જામી જાય છે. આને કારણે લોહીની નસો કઠણ બને છે.

કેટલીકવાર લોહીની નસમાં અંદરના સુવાળા પડોમાં ખાડા પડે છે. તેમાં કોલેસ્ટ્રોલ અને કેલ્શિયમના ક્ષારો સાથે ચરબીયુક્ત દ્રવ્યો એકઠા થાય છે. હૃદયમાંથી જતા આવતા લોહીમાં આ ગઠ્ઠા રૂકાવટ કરે છે અને જુદીજુદી પેશીઓને મળતું લોહી અટકી જાય છે. આવે વખતે દર્દીનું તાત્કાલિક મૃત્યુ થાય છે.

દર્દીને મોતના મુખમાંથી બચાવવા માટે જેવા હૃદયરોગના લક્ષણો જોવા મળે કે તરત જ તાત્કાલિક સારવાર હેઠળ રાખવો જોઇએ. આ ઉપરાંત હૃદયરોગથી બચવા માટે લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસને કાબૂમાં રાખવો જોઇએ. એ માટે આહારમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે. કારણકે, આપણને પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન અને ક્ષાર મળી રહે તે અગત્યનું છે.

આહારમાં નીચે મુજબ ફેરફાર જરૂરી છે…

કેલરી : મેદવાળા દર્દીને વજન ઘટાડવાથી હૃદયનું કામકાજ હળવું બને છે એટલે કે લોહીનું દબાણ ઘટે છે. વજન ઘટાડવા માટે ૧૨૦૦ કેલરીવાળો આહાર આપવો જોઇએ. મેદ વગરના હૃદયરોગના દર્દી માટે ૧૬૦૦-ર૦૦૦ કેલરીવાળો આહાર આપી શકાય.

પ્રોટીન : શરીરના દર એક કિલો વજન દીઠ એક ગ્રા્રમ પ્રોટીન આપવું જોઇએ.

ચરબી : અસંતૃપ્ત ફેટી એસિડવાળી ચરબી રપ-૩૦ ગ્રામ

લઇ શકાય.

કાર્બોહાઇડ્રેટ : બાકીની કેલરી કાર્બોહાઇડ્રેટમાંથી મળે તે મુજબનું આયોજન કરવું જોઇએ.

ક્ષાર : મીઠામાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. તે ઉપરાંત બીજા પણ કેટલાક ખાદ્ય પદાર્થ એવા હોય છે જેમાં સોડિયમના ક્ષાર વધુ હોય છે. માંસ, માછલી, ઇંડાં, તળેલા ખાદ્ય પદાર્થનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવો જોઇએ.

આ ઉપરાંત ખાંડ, સાકર, મધ, દૂધ, ઘી, તેલ, માખણ, ભાત, સાબુદાણાં, બટેટા, ચોકલેટ, કોકો પાઉડર, પાપડ વગેરેમાં મીઠું થોડું વધુ પ્રમાણમાં હોય છે. એટલે ઉગ્ર હુમલા વખતે આવી વસ્તુ ન

આપવી જોઇએ.

વિટામિન : વિટામિનની જરૂરિયાત પણ સામાન્ય વ્યક્તિની જરૂરિયાત જેટલી જ હોય છે. (પરંતુ ઓછી ચરબીવાળો આહાર આપવાનો હોવાથી ચરબી, દ્રાવ્ય વિટામિન ઓછા શોષાય છે). ખાસ કરીને વિટામિન ‘એ’ ઔષધરૂપે આપવું તે ઉપરાંત વિટામિન ‘ડી’ સૂર્યપ્રકાશમાંથી મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

પ્રવાહી : આખા દિવસમાં બે લિટર જેટલું પ્રવાહી લેવાથી દર્દીને તરત રાહત થાય છે, બેચેની જણાતી નથી તથા સોજો પણ ઓછો થાય છે. ઓછું પ્રવાહી આપવાથી બેચેની લાગે અને વધુ પ્રવાહી આપવાથી સોજો વધે છે.

ખોરાકનું પ્રમાણ : થોડા થોડા અંતરે નાના ફીડિંગ્સમાં ખોરાક આપવો જોઇએ. એક સામટો વધુ ખોરાક આપવાથી ખોરાકના પાચન દરમિયાન હૃદય ઉપર બોજ વધે છે.

પ્રકાર : હૃદયરોગના હુમલા દરમિયાન દર્દીને સોફ્ટ, બ્લાન્ડ અને ઝડપથી પચે તેવો ખોરાક આપવો જોઇએ. દર્દીની સ્થિતિ સુધરે ત્યારબાદ સહેલાઇથી પચે તેવું નોર્મલ ડાયટ આપવું જોઇએ. આ ઉપરાંત હૃદયરોગમાં કબજિયાત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. એ માટે તાજા ફળ અને શાકભાજીનો ઉપયોગ વધુ કરવો જોઇએ. હૃદયરોગના હુમલા પછી સામાન્ય હળવી કસરત અને દવાથી આપણે દર્દીની તંદુરસ્તી જાળવી શકીએ છીએ.

હૃદયરોગ થવાના કારણો :-

* વધુ કાર્બોહાઇડ્રેટ કે ચરબીવાળો ખોરાક એમાંય સંતૃપ્ત ફેટી એસિડવાળો ખોરાક લેવાથી લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે.

* વધુ પડતા પ્રાણીજન્ય પ્રોટીન લેવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. દૂધ, ઇંડાં, માખણ વગેરેમાં સંતૃપ્ત ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે.

* માનસિક તાણ.

* ધૂમ્રપાન અને દારૂની આદત.

* આનુવંશિક કારણ.

* બેઠાડું જીવન.

* ડાયાબિટીસ.

આહારમાં ફેરફાર દ્વારા નીચેના લક્ષણો સિદ્ધ થવા જોઇએ

* હૃદયને આરામ મળવો જોઇએ.

* શરીરમાં સોજો હોય તો તે ઓછો કરવો જોઇએ.

* દર્દીની પોષણ સ્થિતિ જાળવી રાખવી.

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો