ટચ અ લાઈફ, મેક અ ડિફરન્સ’ ના નવતર કોન્સેપ્ટ સાથે ઉન્નતિના અનલિમિટેડ પ્લાનીંગ્સ

ટચ અ લાઈફ, મેક અ ડિફરન્સ’ ના નવતર કોન્સેપ્ટ સાથે ઉન્નતિના અનલિમિટેડ પ્લાનીંગ્સ

- in Other Articles
1307
Comments Off on ટચ અ લાઈફ, મેક અ ડિફરન્સ’ ના નવતર કોન્સેપ્ટ સાથે ઉન્નતિના અનલિમિટેડ પ્લાનીંગ્સ
ટચ અ લાઈફ

ઉન્નતિ દ્વારા એક નવતર પ્રયોગ સાથે ઉન્નતિ ખાતે ‘એક્સપ્લોરિંગ પોટેન્શિયલ, એચિવિંગ ડ્રીમ્સ’ ના નવા અભિગમ પર એક વિશિષ્ટ દિશામાં તેઓએ તેમનું કાર્ય આરંભ્યુ છે. ઉન્નતિ તેના નામ મુજબ અમર્યાદ સંભાવનાઓ પ્રત્યેક માણસની અંદર નિહાળે છે.

પરંતુ આ સંભાવનાઓને યોગ્ય સમયે યોગ્ય દિશા નથી મળતી તેથી તેને પૂરબહારમાં ખીલવવામાં ક્યાંક કોઈક દ્વિધા આવે છે. પણ માણસને પૂરતી તક મળે તેના માટે ઉન્નતિ વિવિધ ક્ષેત્રના અને ઈન્ડસ્ટ્રીના વર્કર્સમાં તેમની લાઈફ સ્ટાઈલ ઉંચી લાવવા અને તેમનું જીવન ધોરણ આજના સમયને અનુરૂપ ઉચ્ચ કક્ષાનું થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.

જુદી જુદી ઈન્ડસ્ટ્રીઝના લગભગ ૧૦૦૦૦ થી વધુ મેમ્બર્સને આ માટે અનલિમિટેડ ઉન્નતિ તેમનું માર્ગદર્શન પૂરું પાડે છે.

આ માટે અનલિમિટેડ ઉન્નતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં તેમના દ્વારા યોજાતા સેમિનાર મલ્ટીપ્લાય (બિઝનેસ અને હેપ્પીનેસ) લોકોને સહાયરૂપ થાય છે.

આ કાર્યક્રમને કારણે લોકોને તેમના જીવન ધોરણને ઉંચું લાવવા સાથે બિઝનેસનો વિસ્તાર કરવાની સંભાવનાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવે છે. આ કાર્યક્રમ થકી લોકોની અંદર રહેલી સંભવિત પ્રતિભાઓ અને ક્ષમતાઓને ઓળખીને તે અનુસાર જીવનની નવી દિશા તરફ તેમની દ્રષ્ટિ દોરવાનું કામ અનલિમિટેડ ઉન્નતિ કરે છે.

જેડ બ્લ્યૂ, હેવમોર, રુશિલ ડેકોર, યુલોજિયા હોટલ જેવા કોર્પોરેટસ તેનું આગવું ઉદાહરણ છે.

એ સાથે અન્ય કાર્યક્રમો જેમાં ઈ-પેડ(લીડરશીપ ડેવલપમેન્ટ), ઈ-પેડ(બિઝનેસ એક્સલન્સ અને ઈપીઓએસ(લીડરશીપ) એક્સલન્સ)માં લોકોની લીડરશીપ ક્વૉલિટીઝ ડેવલપ કરવાનું શ્રેષ્ઠ કામ કરવામાં આવે છે જે તેમને તેમના વિવિધ ક્ષેત્રોમાં કામની સફળતા મેળવવામાં મદદરૂપ થાય છે.

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો