ગુજરાતીઓના ગૌરવસમા ગુજરાતી પાક્ષિક ‘ફીલિંગ્સ’ નું યુએસએ એડિશન લૉન્ચિંગ..

ગુજરાતીઓના ગૌરવસમા ગુજરાતી પાક્ષિક ‘ફીલિંગ્સ’ નું યુએસએ એડિશન લૉન્ચિંગ..

- in Editor's Note
86
0

તંત્રી સ્થાનેથી

atul-shah

ઉત્સવોની ભરમાર ધરાવતા આપણાં દેશમાં સતત નવી ઊજવણીઓ અને સતત નવા નવા પરિમાણો સાથે રાષ્ટ્ર ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે અને હવે ટેકનોલોજીની દિશામાં અગ્રેસર બનવા જઈ રહ્યો છે.

આ સ્વાતંત્ર્યપર્વ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રાષ્ટ્રની પ્રગતિ માટે સહિયારા પ્રયાસો કરવા માટે આહવાન કર્યું. સાથે ‘ન્યૂ ઈન્ડિયા’ની એક નવી જ દિશા કંડારી રાષ્ટ્રના વિકાસ માટે સહુનો સહકાર એ જ રાષ્ટ્રના વિકાસને વેગ આપી શકશે એ બાબત પર ભાર આપ્યો. તાજેતરમાં જ નવી વરણી પામેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે પણ તેમના આગવા અંદાજમાં ભારતની વ્યાખ્યા આપીને તેમના સર્વોચ્ચ નીતિમૂલ્યોથી રાષ્ટ્રની જનતાને અવગત કરાવ્યા.

ભારતની ઉત્તરોત્તર પ્રગતિથી ભારત અને અમેરિકા વચ્ચે વેપાર-વ્યવસાય સાથે સંસ્કૃતિની આપ-લે પણ વધી છે. જ્યારે સામાજિક ક્ષેત્રે જોઈએ તો બન્ને દેશના નાગરિકો એકમેકના સાંસ્કૃતિક મૂલ્યોનું સન્માન કરીને વૈશ્ર્વિક ધોરણે પણ એકમંચ પર આવી રહ્યા છે.

એક સમયે અમેરિકામાં વસતા ભારતીયો માટે જે સંઘર્ષનો સમય હતો તે પૂરો થઈને આજે અમેરિકના રાજનૈતિક મંચ પર તેમની પક્કડ મજબૂત થઈ રહી છે જે યુ.એસ.માં ગુજરાતીઓેનું વધતું જતું સામર્થ્ય સૂચવે છે.

ફીલિંગ્સે સતત ૨૦ વર્ષની તેની સાહિત્યની સેવાયાત્રામાં અવનવા વિષયો પર રસપ્રદ સાહિત્ય પીરસ્યુ. અમેરિકામાં વસતા ગુજરાતીઓના સહકારથી પ્રેરાઈને ‘ફીલિંગ્સ’ તેની ઞજઅ ઊઉઈંઝઈંઘગ લૉન્ચ કરી રહ્યું છે. જે માટે હું ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું તેની સાથે સાથે સતત બે દાયકાથી સુધી ફીલિંગ્સને સહકાર આપનાર વિશ્ર્વભરના વાચકમિત્રોનો પણ હું આભારી છું.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

ચાલો, યુએસએની સફરે… એટલાન્ટા

– પ્રદીપ ત્રિવેદી એટલાન્ટા એ યુએસમાં સૌથી વધુ