ફાઇનાન્સિયલ પ્લાનિંગમાં મહિલાઓનું યોગદાન વધવું જરૂરી

ફાઇનાન્સિયલ પ્લાનિંગમાં મહિલાઓનું યોગદાન વધવું જરૂરી

- in Investment
2038
Comments Off on ફાઇનાન્સિયલ પ્લાનિંગમાં મહિલાઓનું યોગદાન વધવું જરૂરી

મની મેનેજર

એક ઘરની બહાર બોર્ડ મારેલું હતું. જેમાં મોટા અક્ષરે લખેલું હતું કે, હું નીચે સહી કરનાર આ ઘરનો માલિક છું.

નીચે નાના અક્ષરોમાં સૂચના લખેલી હતી કે, મારી પત્નીની સહમતી સાથે…

આ કંઇ હસવા માટે કરેલી જોક નથી. બ્રેડવીનરનો એક સરખો દરજ્જો મેળવનારી બહેનોને આર્થિક આયોજનના મુદ્દે પણ જાગૃત અને અગ્રેસર રહે તે માટેનો પ્રયાસ જ છે. ગૃહ અને આંતરિક નાણાં સંચાલનની બાબતમાં પુરુષો કરતાં મહિલાઓ સવાઇ પુરવાર થયેલી છે. જે વસ્તુ ખરીદવામાં પુરુષો રૂા. 100 ખર્ચી નાખે તે જ વસ્તુ મહિલાઓ બાર્ગેનિંગ પાવરના જોરે  રૂા. 60માં ખરીદી શકે છે. પરંતુ સૌથી મોટી તકલીફ ત્યાં પડે છે કે, રૂા. 100માંથી બચાવેલા રૂા.40નું વ્યવસ્થાપન કરવાનું આવે ત્યારે બિનઆયોજિત અને છૂપા ખર્ચાઓના કારણે ઘરનું બજેટ ઠેરનું ઠેર રહી જતું હોય છે. પુરુષો કરતાં મહિલાઓ વધુ અસરકારક બચતકાર પુરવાર થયેલી છે. પરંતુ જો તેઓ મૂડીરોકાણકાર તરીકે પણ થોડું આયોજન અને ધ્યાન આપે તો સોનામાં સુગંધ ભળી શકે. સામાજિક અને પારિવારિક જવાબદારીઓ ઉપરાંત આધુનિક યુગમાં આર્થિક જવાબદારીઓ પડકાર ઉપાડી લેનારી મોટાભાગની આધુનિક મહિલાઓ આર્થિક આયોજનની બાબતમાં આજે પણ પરિવારના પુરુષ સભ્યો ઉપર જ નિર્ભર રહેતી હોય છે. પરંતુ જો ફાઇનાન્સિયલ પ્લાનિંગમાં મહિલાઓની સહમતિ લેવામાં આવે તો તેની અસરકારકતા પ0 ટકા વધી શકે છે. માટે જ્યારે પુરુષો ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરતાં હોય ત્યારે જીવનસાથીને સાથે રાખે તો મૂડીરોકાણની અસરકારકતા અને રિટર્નની ચોક્કસાઇમાં ફરક પડતો હોવાનું વરસોના અનુભવના આધારે જોવા મળ્યું છે. જોકે, રિટાયરમેન્ટ પ્લાનિંગની ચર્ચામાં હજી પણ ગૃહિણીઓ સામેલ થવાનું ટાળે છે. મોટાભાગની ગૃહિણીઓ એવી ગેરમાન્યતા ધરાવે છે કે જે કમાય છે તેમની આ જવાબદારી છે. જો તેઓ ઘરેલું બચતોને મૂડીરોકાણ સ્રોતમાં ક્ધવર્ટ કરી શકે તો ઘણો ફરક પડી જતો હોય છે. એક વાત અત્રે ઉલ્લેખનીય છે કે, મોટાભાગની મહિલાઓ ડેડ ઇન્વેસ્ટમેન્ટ ગણાતા અને નેગેટિવ રિટર્ન આપતાં ગોલ્ડ-સિલ્વર અને રિસ્ક કવર કરતાં ઇન્સ્યોરન્સને આજે પણ એવરગ્રીન ઇન્વેસ્ટમેન્ટ સોર્સ માનવાની ભૂલ કરી રહી છે. ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગમાં તમામ મૂડીરોકાણ સ્રોતને યોગ્ય મહત્ત્વ આપવાની બાબતમાં મોટાભાગની મહિલાઓ ગોથું ખાઇ જતી હોય છે. મૂડીરોકાણ પેટર્ન પણ બદલાતી રહે તે ફાઇનાન્સિયલ પ્લાનિંગનો જ એક ભાગ છે. એકવાર નેગેટિવ રિટર્ન આપતાં સોર્સમાં મૂડીરોકાણ થઇ ગયા પછી તેમાંથી બહાર નીકળવા કે ડાયવર્ટ થવામાં મહિલાઓ સૌથી વધુ સમય લેતી હોય છે. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે.

કાર એ તમારી જરૂરિયાત હોઇ શકે, પરંતુ આઉડી(ઑડી) કે બીએમડબ્લ્યુ જ હોવી એ તમારી ઇચ્છા(પસંદગી) છે. ઇચ્છા અને જરૂરિયાત વચ્ચેની ભેદરેખા પારખી ખોટા ખર્ચ ઉપર કંટ્રોલ મેળવો. ગાય-ભેંસના દૂધમાંથી દેશી ઘી બને છે. બનાવનારા ખેડૂતો કે ડેરીવાળા સસ્તું વેચતા હોય છે. તે તમને, મને અને આપણને સૌને નાનપણથી ખબર હોય છે. પરંતુ એગ્માર્ક/બ્રાન્ડ/વેલ્યૂ એડેડ અને વેલ પેક્ડ ઘીની વ્યાપક જાહેરાતોના તગડા ખર્ચ સાથે જ્યારે બજારમાં આવે છે ત્યારે તે ઘીનો કિલો દીઠ ભાવ ર0-30 રૂપિયા અને ક્યારેક તો પ0 રૂપિયા સુધી વધી જતો હોય છે. આવી જ રીતે કુદરતી તેજાના મસાલામાં પણ વેલ્યૂ નહીં પણ ખર્ચ જ એડ થઇ જતો હોય છે. પરંતુ અમે તો ફલાણી બ્રાન્ડના જ ઘી-તેલ અને મસાલા ખાઇએ છીએ એવું કહેવા માટે આપણે માસિક બજેટમાં રૂા.પ00-1000નો ઉમેરો કરીને કરકસરની ક્રૂર મજાક જાણે અજાણ્યે કરતાં રહીએ છીએ.

મહિલાઓમાં આર્થિક આયોજનના મહત્ત્વના પાસાંઓ :-

*     જોખમી અને શોર્ટ ટર્મને બદલે સલામત અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્ર્રુમેન્ટ્સને પ્રાથમિકતા આપે છે.

*     ફાઇનાન્સિયલ પ્લાનિંગ જાતે કરતી અપરિણીત મહિલાઓનું પ્રમાણ 1પ ટકાથી વધી 45 ટકા થયું છે.

* 45 ટકા મહિલાઓ આજે પણ આર્થિક આયોજન ઘરના પુરુષો કરે તે સાચું સમજીને પોતાની કમાણી ઘરમાં સોંપી દે છે.

* બચતને સારી રીતે સમજી શકે છે. પરંતુ મૂડીરોકાણમાં ફાઇનાન્સિયલ પ્લાનરની મદદ માટે હજી જાગૃતિ નથી આવી.

*     ડબ્બા સેવિંગ્સ જેવી નાની બચતોમાંથી જ અસંખ્ય આકસ્મિક ખર્ચાઓ પાર પાડી લેવાની કૂનેહ ધરાવે છે.

*     ફાઇનાન્સિયલ પ્લાનિંગ એકલા હાથે સંભાળવા માટે સમય અને નાણાંનો અભાવ અને સ્રોતની પસંદગીમાં મર્યાદા.

*     ફાઇનાન્સિયલ પ્લાનર પાસે સમજીને પણ… કંઇક ખોટું થશે તેવી દહેશતથી ઘેર પૂછવું પડશે… અમલ ટાળવાની વૃત્તિ.

*     બચત અને મૂડીરોકાણ વચ્ચેનો ફરક સમજીને બચતને મૂડીરોકાણમાં ક્ધવર્ટ કરવામાં સૌથી મોટી ઉદાસીનતા.

માત્ર બચત નહીં, મૂડીરોકાણ પ્રત્યે પણ જાગૃત બનો

* પિગ્ગી બેન્ક, તિજોરી, સેવિંગ્સ એકાઉન્ટમાં, નાની બચત યોજનાઓમાં કે બેંક એફડી અને ખાનગી સ્વરૂપમાં કરેલી બચતો હવે નેગેટિવ રિટર્ન આપતી હોય છે. માટે યોગ્ય સમયે યોગ્ય રકમ જમા થાય એટલે તેને ઇન્ફલેશન કરતાં ઊંચું રિટર્ન ઓફર કરતાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં ડાઇવર્ટ કરતાં રહો.

* વધારાના નકલી ઘરેણાં-કપડાં-શૃંગાર સાધનો, અન્ય છૂપા ખર્ચા ઉપર કાપ મૂકીને બચાવેલી રકમને સોના-ચાંદીના સાચા ઘરેણાં, પ્રવાસ, મનોરંજન પાછળ રોકો.

* કમાણીમાંથી 10-ર0 ટકા રકમ બચત/મૂડીરોકાણ માટે અનામત રાખો.

* તેમાંથી પ0 ટકા રકમ આકસ્મિક ફંડ તરીકે બેંક એફડી, સેવિંગ્સ કે લિક્વડ ફંડમાં રોકો.

* ફાજલ મૂડીમાંથી પણ મહત્તમ પ0 ટકા મૂડી જ નિષ્ણાતની સલાહના આધારે લાંબાગાળા માટે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકો.

* ઊંચા વ્યાજની લોનની ભરપાઇ

પહેલાં કરો. વ્યાજે લાવીને મૂડીરોકાણ ક્યારેય નહીં. વ્યાજની બચત એ પણ એક જાતની કમાણી જ છે.

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો